વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વાટ જોતાં નજર થાકી!

નજરથી નજર મળી ને,
હૃદયથી હૃદય મળ્યા,
 અને વહેતા સમયમાં
 વેળા હસ્તમેળાપની આવી!
 તરતો સૂરજ ડૂબી ગયો અને
રૂમઝૂમ કરતી
મધુરજની આવી!
એકાંત ઓરડે
ઢોલિયો ઢાળી હું
બારી આવી!
 પગરવના અણસારથી
ત્યાંથી અટારીએ આવી!
 પણ ના દીઠતા કંથને,
ફરી હું બારીએ આવી!
 નાથની વાટ જોતા
અનિમેષ નજર થાકી!
 થાકેલી નજરમાંથી
 મિલન પ્યાસ
ચોધાર આંસુ બની આવી!

 કનૈયા પટેલ "રાધે"
 નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ