વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

બસ ફરે મારી પાછળ પાછળ
પડછાયા વગરનો એક માણસ જોઈએ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

હું જ્યાં જ્યાં રખડું ત્યાં ત્યાં
સમસ્યા વીણવા એક માણસ જોઈએ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

તે રોજ કરી શકે તેનાથી કસરત
એવા શરીર વાળો એક માણસ જોઈએ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

જે ક્યારેય ન રાખે રજા
તેવી સજાવાળો એક માણસ જોઈએ

મારી ચિંતા સાચવવા એક માણસ જોઈએ

- રવિ ઢોલરીયા "કામિલ" (01.01.22)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ