વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાદુગરની માયાજાળ

         કુદરત  થકી  મળયું જે મોંઘેરું જીવન,


                   સમજ  રે  માનવ   એની   કિંમત.


       કુદરત  થકી  મળયું  જે સઘળું  દરેકને અળગું


                   સમજ  રે  માનવ   એ તો નસીબનું  લખેલું



        જેણે   આપ્યું   જીવન  એને ચિંતા  સઘળી,


                 આપે  જ દરેક  ને વિચારી   વિચારી,


        કોઈ ના   નહિ  રાખે  હાથ   ખાલી,


                  પણ  માનવ   ને  સ્વભાવે ના જોવું રાહ મળવાની.



         શોધવા  દોડે  મારે ફાંફા  મેળવવા સપનાના અભરખા,


                    ચિંતા સઘળી પોતેજ કરે લગીરેય નહિ વિશ્વાસે


      માનવ સઘળાં  દેખાય સરખા  મનથી નથી  સરખા,


                  સરખા  હોય તો  રહે ના રંજ  કોઈ ને કોઈ થકી.



       ના માને  કુદરત  ના  નિર્ણય થી વધુ માગે જે મળ્યું,


                 તેની  કોઈ   કિંમત નહિ, નથી મળેલું  ને જોવે,


        જો મળે  રોટલો,  એ તો સેવે  બીજાનો  ઓટલો,


                જો મળે  ઘર  ના સંતોષ જોઈએ મોટો  બંગલો.



        મળે જો ફરવા ને ગાડી,  છીનવે એ બીજાની વાડી,


              મળી રહે પહેરવા, સૂવા પાથરણા, જોઈએ બીજા,


      ભય ના લગીરેય  કુદરત ના પ્રકોપ થી ના ડર જરીયે,


            સમજે  દેખાય એ  સઘળું પોતાનું,  નથી કોઇ બીજા નું.



        સમજે  એ તો કોક  વીરલા  મહારથી  છે  આ તો


             જાદુગરની માયાજાળ,  જાણે  સઘળું  ભાડાનું,


       તસું  ના સ્પર્શે  એને  રહે  એ તો  નિર્લેપ થી પ્રસન્ન,


             જોવે  એ તો  સઘળાં નાટક કુદરતના રમકડાંના.


દિપ્તી પટેલ "શ્રીકૃપા"

વડોદરા.




     


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ