વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ફતેહ સાગર લેક

અક્ષરોની, શબ્દોના ઘોડા પર સવારી, ને વિચારોની કૌતુક હરણફાળ
આ નાનકડા સરોવરની પાળે, બેસી ને લાગે જાણે, સુંદરતા અહીં જ ઠલવાય


આ એક બાજુ ધોળુ ને એક બાજુ કાળુ
બે વિરોધી કેવા સંધાય
આ સરોવરનુ પક્ષી આમ તો શું બોલે? પણ ટુંકમા જ કેટલુ કહી જાય


ધુમ્મસમાં શરમાતા ડુંગરાઓ ખોલે, પ્રેમની પાંખડીઓ મનમાં બેબાક
હાંશનો છાંયડો ને હાંશના વાયરા
હાંશના હોડકે  ગમતીલા છબછબીયા થાય
મન દુઃખ સુખ બધુ જ ભૂલી જાય


એક શાંત સંધ્યાને કેટલુય વેરવું, આ સરોવર સુરમા ઝીલતું જાય
આ નાનકડા  સરોવરની પાળે
મળે, હૈયાને મોકળા થવાની સોગાત


આવી તો ભેટ કોણે આપી કે આપશે
કંઈ યાદ જ ના આવે જાણે, ના કાલ ના કાળ
હો એકલા ને છતાંય એકલતા ના સાલવે
મળે કુદરતનો ક્ષણે ક્ષણનો  સાથ
આ નાનકડા સરોવરની પાળે, બેસી ને લાગે જાણે, સુંદરતા અહીં જ ઠલવાય


આ સોનેરી કિરણોની, સરોવરમાં ડૂબકીઓ
ને લહેરોમાં, ગમ્મત દેખાય
નજરને તો આમતેમ ફરવાની ટેવ
પણ ઘેલા, બધુ ભૂલી જાય
'ફતેહ સાગર' આ સરોવરનું નામ જ કેવુ રઢીયામણું
શબ્દોના અર્થ તો અનુભુતીથી અંકાય
જે હૈયાને જીતે એની છે જીત ને સરોવર પણ સાગર થઈ જાય

મોસમી/માનુની


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ