વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તુ અને હું

આકાશમાં એક સુનુ ફળિયું 

ફળિયાની ગીરદી , એટલે તુ અને હું


ઝબુકતી જ્યોત વિનાની, માહી માટલીમાં 

ટમટમતા તારલાં, એટલે તુ અને હું


આ પ્રેમનુ આમ જુઓ તો એવુ કંઈક લાગે 

રણમાં એક જ જાણે કુવો સંતાડયો 

અને કુવા પાસે એક જ છે ઘર 

ને ઘરની વસ્તી એટલે તુ અને હું


આ અમે થવાનુ ને પછી અમથુ થવાનું કેમ ફાવે

વિહરતા વિચારો, તુ ને હું

આ ઘેરંભાયેલા વાદળોમા, તોફાની દરિયો

ને દરિયાની મજધાર, એટલે તુ ને હું


મિલન છે તો વિરહ પણ છે, કહાનીમાં 

પણ પૂરો ને પૂરતો પ્રેમ એટલે તુ અને હું


આ યાદોનું મેઘધનુષ ને રાતરાણીના ફૂલો

ક્ષિતિજની, કિનારી એટલે તુ અને હું


આ વરસાદી માટીની સોડમની ભુખ

ને વસંતના વાયરાને લુંટવાની ભુખ 

આ કડકડતી ઠંડીમાં, ચાનો ગરમાવો

અને હુંફાળી વાતો, એટલે તુ અને હું


આમ જુઓ તો સાવ જ અધુરુ ને સાવ જ છે ટુંકુ 

પણ મનમાં લંબાતુ મીઠુ સગપણ એટલે, તું અને હું


કોઈના કહેવાથી તુ નહી ભૂંસાય કે કઢાય મારામાથી 

તારામા રોજ વધતી ડહાપણની વેલ, એટલે તુ અને હું


#ગુજરાતી_કવિતા #ગુજરાતી #ગુજરાતી_શાયરી #ગુજરાતીકવોટ #પ્રેમ #પ્રેમ_અને_લાગણી     

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ