વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સહારો



       લાકડીના ટેકે ટેકે માંડ માંડ ઘરની બાજુમાં જ આવેલ ગાર્ડનમાં તમે આવ્યા. એક ઝાડના છાંયડે બાકડો જોઈ તેનાં પર બેઠા. આજુબાજુ નજર નાખી.  કાન ભલે ઓછો સાથ આપતાં, પણ આંખો પર ચશ્મા ચડાવી થોડે દૂર સુધી તો જોઈ જ શકતાં હતાં.  ગાર્ડનમાં હીંચકા પર બાળકો ઝૂલી રહયાં હતાં, તો  કોઈ યુગલ હાથમાં હાથ નાખી ટહેલી રહ્યું હતું.  પ્રેમી પંખીડા પણ કોઈ ખૂણે નજરે ચડતાં હતાં.   તમે પોતે પણ સમયે સમયે  પ્રેમી પંખીડા, યુગલ અને પછી બાળકોને ગાર્ડનમાં હીંચકે ઝૂલાવવા... આ બધાં જ પાત્રમાંથી પસાર થઈ ગયા હતા.

            હવે તો  સંતાનો પોત પોતાના સંસારમાં ખૂપી ગયાં હતાં.  તમે સંસારમાંથી પ્રયાણ કરો એ પહેલા પત્ની એક ડગલું આગળ ચાલી તમને આમ એકલાં મુકી ખાંધે ચડી ગઈ હતી. પુત્રવધૂને હવે તમારી હાજરી ઘરમાં ખૂંચતી હતી.  એટલે  સવારનો નાસ્તો પતાવી આજ ગાર્ડન તરફ ડગું  ડગું પગ  માંડી દીધા.

        આંખો બંધ કરી ક્યાંય સુધી તમે  તમારા જીવનને વાગોળતા બેસી રહયા.  ' હું અહીં જ છું, તમારી સાથે,  તમારો સહારો બનીને...'  પત્નીના ટહુકાનો તમને ભાસ થયો અને પછી રોજ આ ગાર્ડન, આ બાકડો તમારો સહારો બની ગયાં. 



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ