વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંતઃકરણનો અવાજ..

શીર્ષક  - 'અંતઃકરણનો અવાજ'


મનનાં મકાનને ભીંત હતી, ને ભીંતને પણ કાન હતાં!

શું સંવાદ હતો અંતરમાં? તે સાંભળવા એ સભાન હતાં.


કદીક કોઈ ઉદાસ પોકારે, થતાં હતાં જે વિચલિત, 

સંવેદનશીલ મુજ ઘડતરમાં, આ કાન જાણે વરદાન હતાં.


કદીક મનની ભીતર, રચાયું હતું સમરાંગણ,

શબ્દ તણું છેડાયું યુદ્ધ, સર્જાયા ભાવ રમખાણ હતાં.


કદીક વળી અંતરમન, ડૂબ્યું હતું સૂર તાલમાં,

હૈયું નાચ્યું તાતાથૈયા, ને કાન એમાં ગુલતાન હતાં.


કદીક છંછેડે અંતઃકરણને, સાદ 'ઝંખના' આપીને,  ,

કિંતુ 'મીરાં'નાં કરતાલ હંમેશા, કૃષ્ણ કિર્તને રમમાણ હતાં!


જાગૃતિ, 'ઝંખના મીરાં'...




 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ