વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દોસ્તી









કાંડ તું કરે ને માર હું ખાવું,
સાલ્લા કાંડ તું કરે અને માર હું ખાવું,
યાર દોસ્ત, તારા માટે તો જીવ પણ આપી દઉં.

સાંજની ચા સાથે મારેલા ગપ્પા,
રવિવારે આખો દિવસ ક્રિકેટ જ રમતા.

છેલ્લી પાટલી પર કરેલી મસ્તી,
ચોપડીઓની કરતા આપણે પસ્તી.

દરેકનું હુલામણું નામ રાખી એમને ચીડવતા,
આખી સ્કૂલમાં ડોન બની ફરતા.

પાણી પીવાનાં બહાને આખી સ્કૂલમાં રખડતા,
સાલ્લા એ ટોપરને આપણે જ નડતા.

સ્કૂલમાં હતાં ત્યારે કહેતા કે ક્યારે છૂટિશું આ જેલમાંથી?
સ્કૂલ પૂરી થઈ ત્યારે ખબર પડી કે એ જેલ નહિ સ્વર્ગ હતું.

આજે પાછા એ જૂના દિવસો યાદ આવી ગયા,
મારા જૂના મિત્રોની મસ્તીની યાદ અપાવી ગયા.
                               (સમાપ્ત)


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ