વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું કરી શકું છું

તારી માટે એટલું તો હું કરી શકું છું
પથ્થર સામે હાથ જોડી કરગરી શકું છું

કેટલાંય સપનાંઓ તૂટતાં જોયા છે મેં
કહો તો ઘણાં ઉદાહરણ ગણાવી શકું છું

સત્યનાં નામે હું એટલો બદનામ છું કે
માંડ માંડ સાદું જીવન હું જીવી શકું છું

વરસાદમાં યાદ આવે છે સૌને પ્રીતમ
હું તો મોરના ટહુકે તને હંભારી શકું છું

આવી જા રાહ હવે જોવાતી નથી
માંડ માંડ દિલને સમજાવી શકું છું

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ