વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંગલ મંદિર

      આજે રવિવાર હતો. અર્ચનાનો જન્મ દિવસ હતો. તે વહેલી ઊઠી, નાહી ધોઈને ને તૈયાર થઈ. તેણે એકટીવાની ચાવી લીધી. અને મમ્મી પાસે ગઈ. મમ્મીને પગે લાગી ભગવાનનાં દર્શન કર્યા. તે બહાર નીકળવા જતી હતી ત્યાં જ તેના મમ્મી પૂજા રૂમમાં થી બહાર આવ્યાં ને બોલ્યા "અર્ચના બેટા, આજે તારો જન્મ દિવસ છે કંઈક પૂજા - અર્ચના કરો તો તમારું જીવન સાર્થક થશે." 
        "આખો દિવસ ઘરમાં હો તો મોબાઈલમાં વ્યસ્ત. અને મન પડે ત્યારે એકટીવાને કીક મારીને હાલતાં." 

          અર્ચના મમ્મી પાસે આવીને પગે લાગી. ને વિનમ્રતાથી બોલી, "મમ્મી હું મંદિરે જ જાઉં છું. "
      
         અર્ચનાએ એકટીવાને કીક મારી ને તે સીધી પહોંચી જીવન સંધ્યાશ્રમમા. અને ત્યાં રહેતા તેના દાદા - દાદી સાથે અને બીજા વડીલો સાથે તેનો જન્મ દિવસ ઉજવ્યો. બધાને ચેવડો પેંડા ખવડાવી ને ખુશ કરી દીધા. તેના દિલમાં પોતાનું અનેરું સ્થાન સ્થાપિત કરી દીધું અને અંતરના આશીષ સાથે પાછી ફરી. 
          

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ