વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બંધ હોઠ..

બંધ હોઠ ખીલી ઉઠ્યા,

તારાં સ્પર્શની,
લાગણી જોઈ હસી ઉઠ્યા.

આંખોના ઈશારામાં,
શરમાઈને મલકાઈ ઉઠ્યા.

દિલની ધડકમાં,
મંદ સ્મિતથી વર્ષી ઉઠ્યા.

કંગનના રણકારમાં,
સપ્ત સ્વર ગુંજી ઉઠ્યા.

પાયલના રૂમઝૂમમાં,
મદહોશથી ઝૂમી ઉઠ્યા.

પ્રેમમાં પાગલ બની,
મિલનમાં વંકાઈ ઉઠ્યા.

વિરહની બેચેનીમાં,
એકમેકમાં સમાઈ ઉઠ્યા.

બંધ હોઠ ખીલી ઉઠ્યા.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ