વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીઠી મધુર યાદ

*મીઠી મધુર યાદ*


એક એવી યાદ જે લગભગ દરેકને યાદ જ હશે , એવી *મીઠી મધુર યાદ*  જેને યાદ કરતાં હૈયુ પુલકિત થઈ  જતુ હશે અને *બાળપણ બાળપણ* ફરી રમવાનું મન અવશ્ય  થતુ જ હશે અને એટલે જ આજે *નિયતી* આપની સમક્ષ  એના બાળપણની મીઠી યાદને લઈને આવી છે . તો  ચાલો મિત્રો એ બાળપણની મીઠી યાદને વાગોળતાં આપણે આપણાં જ બાળપણમાં લટાર મારી આવીએ.


*ચાલોને આપણે મીઠી યાદોને વાગોળી  લઈએ.*


એ બાળપણમાં ઢીંગલા ઢીંગલીની રમત કેવાં રમતાં હતાં !

ફરી પાછાં સંતાકૂકડીની રમતમાં ચાલને છુપાઈ  જઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ.*


એ શાળાનાં દરવાજે જીરાગોળી અને શરબત કેવાં પીતા હતાં!

ફરી પાછાં ટહેલતાં  ટહેલતાં  સાંજે ઘેર જઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ.*


એ પેન્સિલનાં છોતરામાંથી  રબર બનાવવાની ખોટી મહેનત  કરતાં હતાં!

ફરી પાછાં કટાયેલી જિંદગીની ધાર કાઢી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ.*


એ પોળમાં ભરાતાં મેળાની મજા કેવી માણતાં હતાં!

ફરી પાછાં ચાંદા પર બેસીને ફોટો પડાવી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ કપાયેલા પતંગની પાછળ કેવાં ગાંડા થતાં હતાં!

ફરી પાછાં માયાજાળથી મુક્ત થઈને નભમાં  વિહરી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ ભેગા બેસી ગૌરીવ્રતમાં કેવાં મોળુ ખાતાં હતાં!

ફરી પાછાં જાગરણમાં માળો  માથે લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ શાળાની રીસેસમાં લંચબોકસની મજા કેવી લેતાં હતાં!

ફરી પાછાં લાગણીઓના ભાગ ભરી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ  વાતવાતમાં રીસાઈને કીટ્ટા કેવાં કરતાં હતાં!

ફરી પાછાં ૨ આંગળી બતાવી બુચ્ચા કરી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ પાંચ પૈસા બચાવવા શાળામાં ચાલતા જાતાં હતાં!

ફરી પાછાં ગળે મળીને મનનાં તાર ઝણઝણાવી લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ સાથે બેસી શાળાનું ઘરકામ કેવાં કરતાં હતાં!

ફરી પાછાં જીવનબુકમાં છાપ છોડી જઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ મોબાઈલ વગરનાં જીવનમાં પણ કેવાં આપણે ખુશ હતાં!

ફરી પાછાં બાકસનાં ટેલીફોન પર વાત કરી  લઈએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


એ ફટાકડા ફોડયા પછી ન ફુટેલા ફટાકડા કેવાં આપણે શોધતા હતાં!

ફરી પાછાં નવાવર્ષનાં સાલમુબારક ભેટીને કરી  લઈએ,


*ચાલોને પાછી જૂની યાદોને વાગોળી લઈએ*


એ નાના અમથા ઘરમાં પણ કેવાં આપણે સુખી હતાં!

ફરી પાછાં નાના બનીને *બાળપણ બાળપણ* રમીએ,


*ચાલોને આપણે જૂની યાદોને વાગોળી લઈએ*


ખરેખર મિત્રો આપણે ગમે એટલા મોટાં થઈ  જશુ,  પણ આપણું બાળપણ  ક્યારેય ભુલાશે  નહીં. એ ભાઈબંધ સાથે કરેલી ધીંગામસ્તી આપણે ક્યારેય  ભુલી નહીં શકીએ. 


જીજ્ઞા કપુરિયા 'નિયતી'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ