વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાધા ક્રિષ્ના

જા હવે તારા સંગ નહિ બોલું,

તું બોલે ઓલી લલિતાની સંગ,

ત્યારની લાગી દાઝ અંગેઅંગ,

જા હવે તારા સંગ નહિ બોલું,

શરદ પૂનમની રાતડીએ,

રમે તું રાસ ગોપીઓ સંગ,

મલકે પાછુ જોઈ મને મીઠુ,

ત્યારે લાગી હૈયે મને આગ,

જા હવે તારા સંગ નહિ બોલું,

ઓલા નંદના કુંવરને કહો જઈ,

રીસાણી આ એની રાધા ગોરી,

વેણુ વગાડી મનાવે જલ્દી આવી,

રાધા કહે નહિ માનું હું માધવ,

જા હવે તારા સંગ નહિ બોલું.

કૃપા શામરીયા

અમદાવાદ

➖️➖️➖️➖️➖️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ