વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્વમાન

આજે ધરતી નવતર લાગે 
રહદય માં સ્વમાન ના મોજાઓ ગાજે

 ભીરૃ મન  પળ માં લાજે.
ઊઠ મુસાફિર જીવન સંગ્રામ માં શૃરવીર થાજે.

ચાંદા સૃરજ ને તારા નૉ સાથ લઈ,
ફૃલનો ફોરમ ને પંખીઓ  નો કંઠ લઈ,

 સાગરના મોજાનો ઉનમાદ સાથે લઈ.
 ચાલ મુસાફિર વિતિ ક્ષણો ગઈ તે ગઈ 

    તે ક્યાં કદી જીવનમાં કોઇની થઈ
બસ ક્ષણનો આનંદ આપી ને રહી,

નિરાશા ખંખેરી નવી આશાઓ લઈ,
ચાલ મુસાફિર વિતિ ક્ષણો ગઈ તે ગઈ.   

       તારા પ્રેમની પરબ ને સાથે લઈ
રહેજે પ્રેમ  તરસ્યા જનો પાસે જઈ

એને નિર્મળ પ્રેમ નો પરિચય  દઈ
ચાલ મુસાફિર  વિતિ ક્ષણો ગઈ તે ગઈ. 

       હંસાબેન   દેવજી ચારણીયા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ