વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોકુલ ની મઢુલી

🏡મઢુલી 🏡

🔸🔹🔸🔹


ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવુ ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

મઢુલી ની ભીંતડિયે ચિતરીયે,

વ્હાલા મોરલા, પોપટા, હંસલા,

મઢુલીના આંગણે ચિતરીયે,

ગોરી ગોરી ગાવલડી ને વાછરડી,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

મઢુલીમાં રોપીએ આપણે પ્યારી,

રાધાની વ્હાલભરી મીઠી નજર,

મઢુલીમાં વાવીએ આપણે ઓલી,

ગોપીઓનો મીઠો, થોડો તીખો પ્રેમ,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

મઢુલીમાં ઓલી માખણ ભરેલી,

સિક્કે મોતી જડેલી મટુકી લટકાવીયે,

મઢુલીમાં ઓલી ઊંચી છાજલીએ,

પેલી ફૂમતાં વાળી મોરલી સંતાડીએ,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

મઢુલીના લીપેલાં આંગણે સખી,

ઓલા ઢેલ ને મોરલા પાળીયે,

મઢુલીના હરિયાળા ઉપવને,

કદમ્બના ડાળે જુલા બંધાવીએ,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

આજરે આવશે પેલો માખણ નો ચોર

મારે મઢુલીએ મારુ માખણ ચોરવા,

આજરે આવશે પેલો યશોદાનો લાલ,

મારી છુપાવેલી વેણુ શોધીને વગાડવા,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી મઢુલી ને આંગણે શ્યામા,

પ્યારી સંગ શ્યામને રાસે રમતા જોવા,

મઢુલીને આંગણે ઓલી ગોપીઓ સંગ,

રાધેક્રિષ્ના નો મહારાસ લીલા જોવા,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

મારી મઢુલીએ પણ આવશે મારો,

વ્હાલો પ્યારી સંગ એજ આશ માં,

પાંપણો બિછાવીને બેઠી સખી આજ,

મારી ગોકુલ જેવી મઢુલીના ઉંબરિયે,

🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡🏡

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળિયું એવું ગામ બનાવીએ,

ચાલ સખી ચાલ આપણે એક,

ગોકુળમાં એવી મઢુલી બનાવીયે.




🏡🏡કૃપા શામરીયા 🏡🏡

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ