વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગોકુલ ગામની ભિતડી

ગોકુળ ગામની ભીંતડિયે,

ચીતર્યા મીઠા મોરલિયા,

ચીતર્યો કાનુડો કાળોને,

ગોરી ગોરી ગાવલડીઓ,

================


એક ગોપીએ ચીતરી,

ઓલી રાઘલડી ગોરી ને,

પેલી વાંસલડી મીઠી મધુરી,

==================


બીજી ગોપીએ ચિતર્યું,

મોરલાનું મોરપીંછ ને,

વાંસળીનું લટકતું ઝુમખું,

==================


ત્રીજી ગોપીએ ચિતર્યો,

શરદપૂનમ નો રાસ ને,

રાધેરાણી નો શણગાર,

==================


ચોથી ગોપીએ ચીતર્યો,

રાધાના શમણાનો નાથ ને,

વેણું વગાડતો કાળો કાન,

==================


પાંચમી ગોપીએ ચીતર્યો,

મીરાંનો તંબુરો ને કરતાલ ને,

સુદામાનો શામળિયો શ્યામ,

==================


ગોકુળ ગામની ભીંતડિયે,

ચીતર્યા મીઠા મોરલિયા,

ગોરા ગોરા હાથે ને,

ગોરા ગારાની સંગાથ,

================


ગોકુળ ગામની ભીંતડિયે,

ટમટમ આભલા, તારલા ને,

શોભા કેવી જાકમજાળ,

==================




કૃપા શામરીયા

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ