વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તું કેમ ના જોવે કાન્હા

સજીનેઆવી સોળે શણગાર કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

નાકમાં નથણી ઝૂલતી પેહરી કાના,

માંગમાં ટીકો ઝગમગ નાખ્યો કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

ભાલે ચંદન તિલક મહોરતું કાના,

કપાળ, ગાલ પીર કેરી સુગંધ કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

અંબોડલે મોગરાનો ગજરો મહેકતો કાના,

ગળામાં મોતિયન ના હાર મારા કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

ગળામાં ગુંજા માળા ના હાર કાના,

હાથમાં કમળની છડી મારા કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

હાથમાં સોનાના કંગણ રણકે કાના,

કેડે કંદોરો પાતળો ઝુલતો કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

રેશમની સાડી ઓઢી મેં તો કાના,

માથે ટીલડીયારી ઓઢણી કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

પગમાં રણઝણ ઘુઘરિયાળી ઝાંઝરી કાના,

જરકશી મોતી વાળી મોજડી પહેરી કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

હાથમાં ગુલાબી મહેંદી રચી કાના,

પગમાં કુમકુમ કેરા મોરલા રચ્યા કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

એક હાથમાં વાંસલડી લઈ ઊભી કાના,

બીજા હાથમાં તારી છડી લઈ ઊભી કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

હવેતો રીસામણા મેલ મારા કાના,

શણગાર દઈશ ત્યજી નહીતો કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

=======================

મારો શણગાર તો તુજ વ્હાલા કાના,

સજ્યા મેં તો સોળે શણગાર કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

========================

સજીને આવી સોળે શણગાર કાના,

તું કેમ ના જોવે તારી રાધાને કાના,

======================


કૃપા શામરીયા

અમદાવાદ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ