વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોહી ગયું

આ વાયરે ચડેલો વંટોળ 

એની હારે ચડેલી તારી યાદો

         મારું મન મોહી ગઈ

આ ઝરમર વરસતો વરસાદ

એની હારે ભીંજાતો જતો તું

        મારું મન મોહી ગયો

આ કોફીની ગરમ વરાળ

એમાં દેખાતો તારો ચહેરો

       મારું મન મોહી ગયું

આ રસ્તે જતી રાહો

એમાં તારી મંઝિલ

      મારું મન મોહી ગઈ

આ વાગતાં સંગીતની ધૂન

એમાં સમાતો તારો રાગ

      મારું મન મોહી ગયો

આ વાટ જોતી મારી નઝરો

એમાં લાગેલો હવે થાક

      મારું મન મોહી ગયું

તારો પાક્કો ઈરાદો હતો

એમાં મારો મત હતો

      મારું મન મોહી ગયું

મારા માટે નું પાગલપન

એમાં હું પરમ પાગલ

      નિક્સ નું મન મોહી ગયું

©Niks ???? Se ???? Tak 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ