વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્યામા પ્યારી

જયારે પણ જોઉં તારી,

આંખડી શ્યામા પ્યારી,


મારું ચિત્ત થઈ ગયું,

ડામાડોળ શ્યામા પ્યારી,


ગુલાબી હોઠોનું મધઝરતું,

તારું હાસ્ય શ્યામા પ્યારી,


મનડું થયું એમાં ઘાયલ,

મારું વ્હાલી શ્યામા પ્યારી,


જયારે ઓઢે ગુલાબી ઓઢણી,

પ્રિતમને પ્યારી રાધે શ્યામા પ્યાર


ચોરીને ચિત્ત લઈ ગઈ મારું પેલી,

વૃષભાન દુલારી શ્યામા પ્યારી,


મારા મનડા નો મોર ટહુકા કરે જોઈ,

તારી ટીલડી નો ચમકાર શ્યામા પ્યારી,


કૃપા શામરીયા

અમદાવાદ



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ