વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુષ્પા ઇમ્પોસિબલ

   નમસ્કાર મિત્રો આજે વાત કરવી છે સબ ચેનલ પર આવતી ધારાવહીક પુષ્પા ઇમ્પોસિબલ. તેમાં પુષ્પા એક માતાનો રોલ ભજવે છે. તેં અભણ હોય છે. તેના બાળકો કોલેજમાં ભણતા હોય છે.પુષ્પા માટે સ્વમાન ખુબ અગત્યનું છે. તેના બાળકો તેની માતાને અભણ સમજી તેનું અપમાન કરે છે.
    પુષ્પા આજની નારીઓ માટે એક ઉત્તમ ઉદાહરણ છે. જે પોતાના સ્વમાન માટે જીવે છે.તેના બાળકો મોડર્ન વિચારો ધરાવે છે.પુષ્પા તેના બાળકોની કોલેજમાં વાંચતા લખવા શીખવા માટે એડમિશન લે છે. આ વાત તેની દીકરીને ખબર પડે છે. રાતે જયારે પુષ્પા સૂતી હોય ત્યારે તેની દીકરી પુષ્પાનો મોબાઈલ તેના દફ્તરમાં નાખી દે છે. પુષ્પા સવારે ઉઠે છે અને જોવે છે તો તેને મોબાઈલ મળતો નથી. તે ચિંતામાં મુકાઈ જાય છે. તે મોબાઈલ શોધવા પ્રયત્ન કરે છે. પરંતુ મળતો નથી.તેની દીકરી મોબાઈલ લઈને નિશાળે જાય છે. પ્રોફેસર ફોન કરે છે પણ કોઈ ફોન ઉપાડતું નથી.
   રાતે પુષ્પા ને બધી ખબર પડે છે. ત્યારે તેની દીકરી તેને કહે છે તમારે ભણવા જવાનું નથી. ત્યારે પુષ્પાને લાગી આવે છે. તે કહે છે માં અભણ છે એ નથી ગમતું કે માં ભણવા જાય એ નથી ગમતું.
  વર્તમાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ સિરિયલ બનાવ્યું છે. બાળકો મોટા થઇ સારી એવી નિશાળોમાં ભણે છે એ વખતે માબાપ કઈ પૂછે તો તેને કહે તમને કઈ ખબર ના પડે. જેના થકી ભણી શકીયે એનું અપમાન કરે છે. માબાપની એ વેદના બાળકો સમજી સકતા નથી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ