વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ઓ દોસ્ત...

નથી પૈસા ખિસ્સે ચાર
તારો મળ્યો છે સાથ યાર
શબ્દસફરથી લટાર - તો મારી જ લઈશ

નથી પીતો ચા કે સિગાર
સંગ તુજ કરવા સમય પસાર
કિટલી પર સાભાર - તો મળી જ રહીશ

નથી ડિલથી દમદાર
ઝઘડામાં તારી હારોહાર
થોડું મારી વધુ માર - તો સહી જ લઈશ

નથી દીદારમાં ભલીવાર
એટલે જ ચાલાકીથી યાર
તુજ સાપેક્ષ નીચા વિકલ્પનો હાર - તો પહેરી જ લઈશ

નથી શ્રેષ્ઠ સમજાવનાર
પણ તારા દુ:ખમાં વારંવાર
સંગ તારી રડનાર - તો બની જ રહીશ

નથી મોટો કલાકાર
પણ તું જો મળ્યો છે દિલદાર
આજીવન દોસ્તનો કિરદાર - તો ભજવી જ લઈશ


-હિતેષ પાટડીયા, તા.૧૫/૧૨/૨૦૨૦

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ