વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મેઘ આંખોમાં

"મેઘ આંખોમાં"

(હાઈકુ સોનેટ)

(૧)

મેઘ આંખોમાં

સુંદર સ્વપ્નાં ગુંથે;

રાજકુમારી..! 

(૨)

મેઘ આંખોમાં

ઢીલા કંચૂકી બંધો,

હાંફતી રાત !

(૩)

મેઘ આંખોમાં

હૈયું તલપાપડ

જીવ એકલો!

(૪)

મેઘ આંખોમાં

ભલે ઘરડા અંગ,

મન યુવાન !

(૫)

મેઘ આંખોમાં

સુંવાળા સહચારી

વસમી દુરી!

(૬)

મેઘ આંખોમાં

હૃદયની ક્ષીતિજે

તું સપ્તરંગી!

(૭)

મેઘ આંખોમાં

ખુલ્લીને કહે વાત

કોં' મજબૂરી?

(૮)

મેઘ આંખોમાં

વેરી વાલમ યાદ

ઢોલિયે બેઠી!

(૯)

મેઘ આંખોમાં

અગિયાના ઉજાસે

વેરણ રાત!

(૧૦)

મેઘ આંખોમાં

જિંદગી તરબોળ

ઝાકળ ટીપે..!

(૧૧)

મેઘ આંખોમાં

અષાઢ અલબેલો

રૂડો સંસાર!

(૧૨)

મેઘ આંખોમાં

જ્યાં મીઠી સમજણ

હું નહિ માનું !

(૧૩)

મેઘ આંખોમાં

ખૂબ હડીયું કાઢે,

ભૂરાં સપના !

(૧૪)

મેઘ આંખોમાં

મંજિલ છેલ્લી, સામે;

ટહુકો એળે!


એકાંતની કલમે..✍️


જયંતિલાલ વાઘેલા (એકાંત)


◆હાઈકુ : બંધારણ (૫-૭-૫)◆


જાપાનીઝ સાહિત્યનું (પદ્યરૂપ) ટૂંકુંકાવ્ય એટલે હાઈકુ.આ ટૂંકુંકાવ્ય (હાઈકુ : ૫-૭-૫) ત્રણ પંક્તિઓનું બને છે.ત્રણ લીટીનાં બંધારણમાં રહીને રજૂ કરવાના હોય છે.

કુલ(૧૪) હાઈકુઓ ભેગાં મળીને એક હાઈકુ (સોનેટ) બને છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ