વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લફ્જોં કી અનકહી આંખો કી જુબાની

નમસ્કાર મિત્રો!!


આજે હું તમારી સમક્ષ અેક અેવી વાર્તા રજૂ  કરવા જઈ રહી છું જે આજના જમાના થી બિલકુલ વિપરીત છે.


હમમ..  તો આ વાત છે અમદાવાદ ની નજીક આવેલા તાલુકા જેવડા ગામ મા રહેતા બે અજનબી ની. ;ગામ નું નામ ધવલકકનગરી. અને આ બે અજનબી જેમની આ કહાની છે તે મહીમ અને રેહા.


મહીમ.. યાગ્નીક કુટુંબ મા જન્મેલ પોતાના મા-બાપ નો એક નો એક દીકરો, એટલે ઘરમાં સૌનો વ્હાલો. ભારે તોફાની મહીમે હવે  ધીમે ધીમે ઉંમર વધતા પોતાના સ્વભાવ મા સ્થીરતા પ્રાપ્ત કરી, જેના પરિણામે ધોરણ દસના બોર્ડ ની એક્ઝામ માં આખી સ્કૂલ માં પ્રથમ નંબર મેળવ્યો.


રેહા... પટેલ પરિવાર મા જન્મેલ જન્મ થી જ એકદમ શાંત અને ઠરેલ સ્વભાવ ની છોકરી, પરીવાર મા સૌથી નાની એટલે સૌની લાડકી ;તે ભણવામાં ખૂબ હોશિયાર હતી એટલે જ તો આખી સ્કૂલ તેને ઓળખે.તેણે પણ ધોરણ દસના બોર્ડ એક્ઝામ માં બીજો નંબર મેળવ્યો.


હવે દસમું ધોરણ સારી રીતે પાસ કરી મહીમ અને રેહા બંને એ અગીયાર માં ધોરણ માં ધવલકકનગરી માં જ આવેલ એ.એલ. સ્કૂલ ઓફ સાયન્સ મા એડમિશન લીધું. પરંતુ હજુ સુધી તે બંને એકબીજાના અસ્તિત્વ થી અંજાન જ છે.


મહીમ એ ગણીત વિષય પસંદ કર્યો હતો અને રેહા એ જીવ વિજ્ઞાન વિષય પસંદ કર્યો હતો, તેથી તેમના બંને ના કલાસ અલગ હતાં;પરંતુ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી કરાવવા માટે આ બંને કલાસ એક કરી દેવામાં આવ્યા.


મહીમ આમ તો સાવ જ સીધો છોકરો, કોઈ દિવસ કોઈ પણ છોકરી ની સામે નઝર ઉઠાવી ને  જોવે પણ નહી.  રેહા પણ એકદમ સીધી છોકરી કોઈ દિવસ કોઈ છોકરા ની સામે જોવે પણ નહી.


તેમ છતાં વિજાતીય વ્યક્તિ સામે કોઈ દિવસ ન જોવા વાળા મહીમ અને રેહા ની નઝર ધીમે ધીમે એક થતી હતી. "કેમ? " એ તો..  એમને પણ ખબર નહોતી. હવે તો રોજ નજરો એકબીજા સાથે ટકરાતી અને બંને બસ એકબીજા સામે જોઈ રહેતા..!


એટલા મા એક દિવસ રેહા હોમવર્ક લાવવાનું ભૂલી ગઈ  અને એ જ દીવસે સર એ કલાસ મા આવતા વેંત જ હોમવર્ક બતાવવા કહ્યું અને જેમની પાસે ન હોય તેમને કલાસ ની બહાર જવા કહ્યું. મહીમ!!  એ તો કોઈ દિવસ હોમવર્ક કરતો જ નહી એટલે  તેને માટે આ કઈ એટલી મોટી વાત નહોતી, પરંતુ રેહા એ તે દિવસે પોતાના જીવનમાં પહેલી વાર સજા મેળવી હતી તેથી તેના માટે આ ખૂબ જ  મોટી વાત હતી ;રેહા તે દિવસે કલાસ ની બહાર બેઠા બેઠા ખૂબ રડી કલાસ પૂરો થયા બાદ બ્રેક મા પણ હજુ તે પૂરી રીતે સ્વસ્થ નહોતી થઇ, થોડી સ્વસ્થ થઈ ત્યારે તેણે જોયું કે તેની સામે ની બેન્ચ પર મહીમ એકદમ ઉદાસ બેઠો હતો ; રેહા એ મહીમ સામે જોયું, મહીમ રેહા ની સામે જ જોતો હતો ; રેહા મહીમ ની આંખો મા સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી કે મહીમ તેની મુસ્કાન જોવા માગતો હતો. થોડા સમય બાદ રેહા પુર્ણ  રીતે સ્વસ્થ થતા તેના ચહેરા પર મુસ્કાન જોઈને મહીમ ના ચહેરા પર પણ એક અલગ જ પ્રકારની મુસ્કાન આવી ગઈ હતી.


ધીમે ધીમે આ આંખમિચોલી વધતી જ જતી હતી.

હવે તો રેહા જો સ્કૂલે ન આવે તો મહીમ નો દીવસ ન જતો અને જો મહીમ ન આવે તો રેહા નો દીવસ ન જતો.


જોત જોતામાં પ્રથમ પ્રીલીમ પણ આવી ગઈ, મહીમ અને રેહા બંને એ ખૂબ સારા ગુણ મેળવ્યા.


એટલા માં સ્કૂલમાં મુંદ્રા ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું બસ પછી તો આખી ટોળકી ચાલી મુંદ્રા!!!


મહીમ અને રેહા બંને અલગ અલગ બસ મા હતા, તેથી જયારે જયારે તેમની બસ ક્રોસ થતી ત્યાંરે ત્યારે મહીમ અને રેહા બંને ની નઝરો એકબીજા ને શોધતી.


મુંદ્રા પહોંચ્યા બાદ સૌને તેમના રૂમ ફાળવી દેવામાં આવ્યા ,તેમાં ઉપર નાં ફલોર પર છોકરા ઓ ને રૂમ આપવામાં આવ્યા હતા અને નીચેના ફલોર પર છોકરીઓ ને રૂમ આપવામાં આવ્યા હતા.


તે દિવસે થોડું ફર્યા બાદ રાત્રે  પ્રોગ્રામ હતો તેમાં રેહા એ તેનું મનપસંદ "સત્યમેવ જયતે " ગીત ગાયું. ગીત પુરું થયા બાદ રેહા ની નઝર સૌપ્રથમ મહીમ પર જ ગઈ એ જાણવા માગતી હતી કે મહીમ ને તેનું ગીત ગમ્યું કે નહી;મહીમ એ સમયે આજુબાજુ નું બધું જ ભૂલી બસ રેહા મા જ ખોવાયેલ હતો, અને મહીમ ના ચહેરા પર એ જ સ્મિત હતું જે એ દરવખતે રેહા ને જોવે ત્યારે તેના ચહેરા પર વગર પૂછે જ આવી જતું હતું.


મહીમ ના આ સ્પેશિયલ વાલા સ્માઈલ ને રેહા "મરક.. મરક" કહેતી. અને જ્યારે મહીમ "મરક.. મરક" કરે ત્યારે રેહા ને ખૂબ ગમતું.


પ્રોગ્રામ પત્યાં પછી સૌ કોઈ પોતાના રૂમમાં સૂવા માટે જતા રહ્યા.


થોડી વાર પછી રેહા ને તરસ લાગી હતી પરંતુ રૂમ મા પાણી ન હોવાથી તે બહાર પાણી ભરવા  ગઈ, બહાર ખૂબ જ અંધારુ હતું, બસ ખાલી પૂનમ નાં ચાંદ નો જ પ્રકાશ હતો, તેથી આમ તો કોઈ નો ચહેરો તો ન જોઈ શકાય તેમ હતું. રેહા જયારે પાણી ભરવા બહાર નીકળી ત્યારે ઉપર ના ફલોર પરથી કેટલાંક છોકરા ઓ તેની મઝાક ઉડાવે છે, ત્યારે અચાનક ત્યા મહીમ આવી જાય છે અને પેલાં છોકરા ઓ ને આમ કરતાં અટકાવે છે.


રેહા મહીમ ની છોકરીઓ પ્રત્યે  ની આવી ઈજજત જોઈને ખૂબ ખુશ  થાય છે, કેમ કે મહીમ ને તો ખબર જ નહોતી કે નીચે  રેહા છે તેમ છતાં તેણે પેલા બદમાશો ને સબખ શીખવાડયોં. તેથી મહીમ હવે રેહા માટે તેનો "હીરો" બની ગયો હતો.


મુંદ્રા ટ્રીપ ખતમ થઈ ગયા બાદ સૌ પાછા સ્કૂલ આવી ગયા. આ મુંદ્રા ટ્રીપ પત્યા ના બીજા  દિવસે મોટાભાગ ના વિધાર્થીઓ એ સ્કૂલે ન જવાનું નકકી કર્યું હતું, પરંતુ રેહા તે દીવસે સ્કૂલે ગઈ અને મહીમ પણ આવ્યો, રેહા સ્કૂલ નહોતી જ જવાની પણ અચાનક તેને યાદ આવ્યુ કે તેનાં બીજા દિવસે રવિવારે મહીમ નો જન્મદીન હતો, તેથી તે ગઈ.અને મહીમ ને પણ થોડી વાર મા ખબર પડી ગઈ કે રેહા આજે માત્ર તેની માટે જ સ્કૂલ આવી હતી. તેથી આજે મહીમ નું"મરક..મરક "બંધ થવાનું નામ જ નહોતું લેતું.


મહીમ અને રેહા વચ્ચે કોઈ અજાણ્યો નાતો જોડાઈ ગયો હતો, મહીમ ના વગર કીધે રેહા ને મહીમ ના મન ની બધી જ વાતો ખબર પડી જતી હતી.


થોડા દિવસ બાદ કેટલાંક કારણોસર ગણીત અને જીવ વિજ્ઞાન ના કલાસ અલગ કરી દેવામાં આવ્યા. તેથી મહીમ અને રેહા હવે માત્ર બ્રેક મા જ એકબીજા ને જોઈ શકતાં. અને જયારે  કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ની તૈયારી કરવવા માટે  સર તેમના કલાસ ભેગા કરતા ત્યારે મલતા.


જોત જોતામાં અગીયાર મું ધોરણ સારા ગુણ  સાથે પાસ કરીને મહીમ અને રેહા બાર મા ધોરણ માં પ્રવેશ્યા.હવે બંને તેમના એજયુકેશન ને ગંભીરતાથી લેતાં હતાં. તેથી હવે ધીમે ધીમે તેમનું મલવાનું એકદમ ઓછું થઈ ગયું.  હવે તો બ્રેક મા પણ ઘણી વખત તેઓ એકબીજા ને ન મળતાં.


જેમ જેમ બોર્ડ ની એક્ઝામ નજીક આવતી ગઈ તેમ તેમ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ના કલાસ પણ બંધ કરાવી દેવામાં આવ્યા હતા. તેથી મહીમ અને રેહા નો એકબીજા ને જોઈ શકવાનો છેલ્લો સહારો પણ જતો રહ્યો.


બોર્ડ એક્ઝામ નજીક આવતા ધીમે ધીમે બીજા વિધાર્થીઓ ની જેમ જ મહીમ અને રેહા એ પણ સકૂલે આવાનું ઓછું કરી દીધું હતું અને તેમાં પણ મોટાભાગે એવું જ બનતું કે જયારે રેહા આવી હોય ત્યારે મહીમ ન આયો હોય અને જયારે મહીમ આયો હોય ત્યારે રૈહા ન આવી હોય.


થોડા દિવસો માં બોર્ડ ની એક્ઝામ  આવી ગઈ ;રેહા ભગવાન ને બસ એક જ પ્રાર્થના કરતી હતી કે કાશ!! મહીમ નો નંબર પણ તેની જ સ્કૂલ મા આવ્યો હોય.;કેમ કે મહીમ અને રેહા માટે  મળવાની  આ છેલ્લી તક હતી, તે પછી  ફરી જીવન મા કયારેય મળશે કે નહીં એ તેમને પણ ખબર નહોતી. ભગવાને રેહા ની પ્રાર્થના સાંભળી લીધી અને મહીમ નો નંબર પણ એ જ સ્કૂલ મા આવ્યો હતો જેમાં રેહા નો નંબર આવ્યો હતો. તેથી દરેક પેપર આપવા જતાં પહેલાં બંને ની નઝર એક થતી ,છેલ્લુ પેપર પતાયા બાદ મહીમ કે રેહા બંને માંથી કોઈ ને પણ ઘરે જવાની ઈચ્છા નહોતી થતી. પણ છેવટે  ઘરે તો જવાનું જ હતુ.!!


મહીમ અને રેહા બંને  એ સારા ગુણ મેળવ્યા.


મહીમ એ અમદાવાદ ની ટોપ એન્જીનીયરીંગ કોલેજમાં એડમિશન લીધું અને રેહા એ અમદાવાદ ની ટોપ એમ. બી. બી.એસ. કોલેજમાં એડમિશન લીધું. મહીમ અત્યારે  અમદાવાદ મા જ રહે છે  અને રેહા પણ અમદાવાદ મા જ રહે છે.


રેહા ને સોશિયલ મીડિયા પસંદ નથી તેથી તે ફેસબૂક કે ઈન્સ્ટાગ્રામ પર નથી, જયારે મહીમ ની તો રાત કે  દીવસ સોશિયલ મીડિયા વગર ઢળતો નથી. રેહા ની ઐક અંગત મિત્ર કે જે આ બધું જ જાણતી હતી અને તે સોશિયલ મીડિયા પર છે તે રેહા ને મહીમ ની બધી જ સોશિયલ એક્ટીવીટી  રોજ બતાવે છે;તેથી મહીમ ની લાઈફ મા અત્યારે શું  ચાલી રહ્યું છે તે બધી જ રેહા ને ખબર છે ,પરંતુ મહીમ ને રેહા ની હાલની લાઈફ વિશે કંઈ ખબર નથી. રેહા ઈચ્છે તો સોશિયલ મીડિયા પર આવી શકે  છે અને તેના માધ્યમથી મહીમ ના કોન્ટેકટ મા પણ ખૂબ આશાની થી આવી શકે  છે પણ તે એવું નથી કરતી કેમ કે તેને પોતાના ભગવાન પર પૂરો ભરોસો છે કે એ જે  કરશે એ તેમના સારા માટે જ કરશે.  તેથી રેહા એ બસ હવે ભગવાન  પર છોડી દીધુ છે.!!


મિત્રો, આ વાર્તા મા તમે નોટીસ કર્યૂ કે મહીમ અને રેહા બંને એકસાથે પૂરા બે વર્ષ માટે હતાં તેમ છતાં  તેમણે એક પણ વાર વાત સુધ્ધાં નથી કરી  તેમ છતા બંને ને જોડતી એક ડોર છે.!! એ ડોરનું નામ કદાચ મહીમ અને રેહા ને પણ નથી ખબર..! બંને બસ એટલું જાણે છે કે તેમને જોડતી એક નિસ્વાર્થ કડી છે...!


કદાચ એ નિસ્વાર્થ કડી નું નામ જ છે..."પ્રેમ"...!


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ