વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ તારી પ્રેમાળ નજર

આજે પણ એ વિચારી દિલ થંભી જાય, જ્યારે યાદ આવે એ તારી નજર,
કહેવું તો ઘણુંય હોય પણ શબ્દો થંભી જાય, જ્યારે યાદ આવે એ તારી નજર.

તારું મલકાતું હાસ્ય અને તારી ચમકતી એ કાયાથી દિલમાં ઘાવો સર્જાયા,
લટકતી એ લટ અને તારા ખેંચાતા નેણ જોઈ અમે પ્રેમના સરોવરમાં તણાયા.

તારા હોઠોને પરિશ્રમ શું કામ આપે તારી આંખો જ બધુ કહી દેતી,
તારા સુખ-દુઃખની એ દરેક ઘટનાને તારી નજરો જ સમજાવી દેતી.

જ્યારે પણ આંખો બંધ કરું ત્યારે એક નવી આંખ ખુલે છે,
સપનું બહુ પ્રેમાળ લાગે જ્યારે તારી ને મારી નજર મળે છે.

જ્યારે પણ તારી સામે જોઉં ત્યારે તારી નજર ઢળી પડે છે,
પ્રેમના સંબંધમાં જુઓ તો ખરાં, તારી નજર કેવી કદર કરે છે!.

જો ગુનો જ હોય તને જોવાનો તો હું ગુનેગાર બની જાઉં,
તારી નજરોમાં કેદ થઈને હું રોજ એ નજરને નિહાળું.

બસ અંતે દુઆ એટલી કે,
અનંત વર્ષો સુધી ચાલી રહે આ પ્રેમની સફર,
ક્યારેય આ દિલ ના ભૂલે તારી એ પ્રેમાળ નજર.

✍️:- ઉત્કર્ષ ભટ્ટ "UB"

(નોંધ:-વાંચક મિત્રો ને વડિલો, જો આપને મારી રચના ગમી હોય તો યોગ્ય પ્રતિભાવ આપશો,અને follow કરી મને પ્રેરણારૂપ બનશો..????)

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ