માધવ
સાઈજીકી
૧) માધવ મળશે
આજે પણ.
રાધા
બનીને ચાહી શકશો ?
૨) . માધવ મુકુંદ.
હૈયા કેરો
હાર !
હ્યદયે છે વસવાટ.
૩). અવતરણનાં,
દીધાં હતાં
કૉલ.
હે માધવ ! હવે તો બોલ !
૪) . મનમોર મારું,
માધવજી.
રાધા
બની થનગાટ કરે.
૫). લોકોનાં દિલમાં,
આવી વસો
તમે.
માધવ મુરલીધર!