વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રીતમનો પ્યાલો

       પૂછી વળી વનરાયું ને

   દીઠો કોઈએ ઓલા શ્યામને


         (ભ્રમરોનો જવાબ)


           ગુંજી ઉઠ્યા સૌ ભ્રમરો

           ઘેલો છે તારો કાનુડો


     ગીત ગાઈ,મોરલી વગાડે

     સૂતી પ્રીત,રોજ જગાડે


હૈયાની મૂંગી એની સજની

ભૂલી ગઈ કાનુડાની પ્રીતડી


      વરસે વિરહનો મેહુલો

      તરસે પ્રિતમનો પ્યાલો


યાદોમાં રમી,જીવે ગોવાળિયો

રૂપથી પાગલ થઈ ફરે સાંવરિયો


           (રાધાનો જવાબ)


સાંભળ મારો વિરહ ભ્રમર

નથી હું કોઈની એ લગીર


        મારો તો ભરથાર એક વાલમીયો

        નૈણોને હરનાર મારો ગોવાળિયો


ભૂલું કેમ એક પળમાં હું સૂબો

ભવભવનો છે એ મારો સાયબો


    વરસે વિરહએ આંખો ગગન

    ને હું રહું ભરેલી પ્રેમથી મગન


            શમણામાં આવી હસે શ્યામળો

            ઓઢું હું રોજ મિલનનો કામળો


   હૈયું ઝંખે પળ પળ પ્રીતડી

   આશુએ પલળું હુંતો મીઠડી


            વરસે વિરહનો મેહુલો

            તરસું પ્રિતમનો પ્યાલો


આશુમન સાંઈ યોગી રાવળદેવ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ