વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વયં રક્ષ : પુસ્તક રીવ્યુ

પુસ્તક :  વયં રક્ષ

લેખક : જ્યોતીન્દ્ર મહેતા

પ્રકાશક : શોપીઝન પબ્લિકેશન 

             હાઉસ


          હાલ સાહિત્ય ક્ષેત્રમાં મયથોલોજી લખવાનો એક અલગ જ ક્રેઝ આવ્યો છે. પૌરાણિક પાત્રોને ફરી જીવંત કરી એક કાલ્પનિક કથા લખવી એટલે માયથોલોજી. 

        જ્યોતીન્દ્ર મહેતા લિખિત લઘુનવલ વયં રક્ષ એક માયથોલોજી લઘુનવલ છે. રાવણ, શુક્રાચાર્ય, મેઘનાદ જેવા પૌરાણિક પાત્રો તથા અઘોરા, અજય, અથર્વ, સામ, સૂર્યા, રુદ્રા વગેરે રસમય પાત્રોથી આ લઘુનવલ સજાવેલી છે. રાવણને આ લઘુનવલમાં એક અલગ જ દ્રષ્ટિથી રજૂ કરવામાં આવ્યો છે. જુદા જુદા સમયગાળામાં ગૂંથાયેલી આ લઘુનવલ તમને જકડી રાખે તેવી છે. શ્રીલંકા, ન્યુયોર્ક, મધ્યપ્રદેશ, વારાણસી, નૈમીશરણ્ય, આફ્રિકા વગેરે પ્રદેશોમાં તમને સફર કરાવે છે. 

         એક વસ્તુની ઉત્તપતિ સાથે તેના જેવી જ બીજી પ્રતિરૂપ વસ્તુ ઉત્પન્ન થાય છે. અને કદાચ તે  મૂળ વસ્તુઠું વિરુદ્ધ સ્વભાવ પણ ધરાવતી હોય. અહીં પણ કંઈક એવું જ દર્શાવવામાં આવ્યું છે. બે શક્તિઓ વચ્ચેનું ઘર્ષણ દર્શાવવામાં આવ્યું છે. 

         પાત્રાલેખન સરસ છે. ગામઠી ભાષા અને અથર્વ અને સામની વાતો વાંચવા માટે રસ જાગૃત કરે છે. 

          જે વિષય લેખકે પસંદ કરેલો છે તેના માટે તેઓ હજુ વધુ રિસર્ચ કરી અને કથાને પકવવા દઈ હજુ સારી લઘુનવલ આપી શક્યા હોત. અને અંત પણ હજુ વધુ રોમાંચક આપી શક્યા હોત. પણ માયથોલોજી વિષય પર લખવું સહેલું નથી. પણ મહેતા સાહેબનો પ્રયત્ન ખૂબ જ સારો છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ