વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમ

                                પ્રેમ 
સંબંધ નાં નામ વગર જ એક બીજાના હોવું એ છે પ્રેમ,
વિચાર કર્યા વગર જ બધું કહી શકાય એ છે પ્રેમ,
જ્યાં ખોય બેસવાનો ડર નાં હોય એ છે પ્રેમ,
જેના ખભા પર માથું રાખીને રડી શકાય એ છે પ્રેમ,
એની સાથે હોવાથી બધું ભૂલી જવાય એ છે પ્રેમ,
એક હગ થી ગુસ્સો, નારાઝગી દૂર થાય એ છે પ્રેમ,
એના ગુસ્સા ભર્યા વર્તન થી પણ સામે વારા નું વર્તન 
નાં બદલે એ છે પ્રેમ ,
કોઈ ને પોતાનું માનીને હક જતાવવું એ છે પ્રેમ ,
એક બીજાની ભૂલોને માફ કરી ભૂલી પેલા 
જેવા થઈ જવું એ છે પ્રેમ,
કોઈ ત્રીજા થી સંબંધ માં કંઈ ફર્ક નાં પડે એ છે પ્રેમ,
ગમે તેવી પરિસ્થિતિ આવે એ સાથ નહિ છોડે એવો
 વિશ્વાસ જ્યાં કાયમ છે એ છે પ્રેમ,
વાત જ્યાં પ્રેમ ની આવે ને એક જ ચહેરો યાદ આવે એ છે પ્રેમ,
જ્યાં અમુક ત્યાગ,સમર્પણ અને એ હક છે એ છે પ્રેમ ,
જ્યાં કોઈ એક વ્યક્તિનાં થય ને રેવાની ખુશી છે પ્રેમ,
અસંખ્ય વચ્ચે એ એક વ્યક્તિ જે મારી છે એવો એહસાસ છે પ્રેમ,
એની ગેરહાજરી માં પણ એના જ હોવાનો એહસાસ છે પ્રેમ,
સ્વતંત્રતા આપીને એની ખુશી ને સ્વીકારવી એ છે પ્રેમ,

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ