વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હવે તો માન માધા

કેમ રે વિસરું માધા,હું વિરહની વેદના


વગડે ભટકે તારી રાધા,છે હૈયાની વેદના


સુની થઈ છે મથુરા,ને વહમું લાગે છે ગોકુળ


ભીંજાય છે કલમ,કેમ રે લખે બાવરી કાગળ


જડ થયો છે કદંબ,ને યમુના છે સુકાણી


વર્ષોની પ્રીત આજ જાણે કેદ રે પુરાણી


આવે છે હૈયે સ્મિત,સાંભળી એકજ નામ કાના


'આશુ'વિનાની આંખડી રડે,હવે તો માન માધા


આશુમન સાંઈ યોગી રાવળદેવ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ