વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હું મને ચાહું છુ

 હું મને ચાહું છુ...આ ગડગડાટ કરતા વાદળમાં વરસતા ઝરમર વરસાદને, જ્યારે મારી નાનીસી બાલ્કનીમાંથી જોઉં છુ, હું, પોતાના અસ્તિત્વની વધારે નજીક આવુ છું.

કોઈક દિવસ આવા જ વરસતા વરસાદમાં મે મારા મોટા દીકરાને ફુટબોલના મેદાનમાં, એની ઉંમરના છોકરાઓ સાથે, રમતા માણ્યો છે, રમતોતો એ, ના રમ્યાનો થાક મારો.

ઘણીવાર, આપણી ઉંમરના અમૂક  દશકા ધાર્યા કરતા વધારે ભાર દોરીમાં છૂટી જાય છે...

કેટલીય ઇચ્છાઓ જે આપણી અંદર છે એની પણ આપણને ખબર ના હોય પણ એના અદ્રશ્ય હોવાપણાનો એહસાસ એટલે જ એ ભાર દોરી...

પણ આ બધામાં મારી જાતને ચાહવા માટે, મને આ જીંદગી હજુ કેટલી આશાવંત છે એના માટે હુ કેટલી ખુશનસીબ છુ એ અનુભુતી આપવા માટે, મારી ભાર દોરીમાં છુટેલી ઉંમરનુ compensation એટલે મારુ ધાબુ, મારી બાલ્કની, પવનના ઠંડા ઝોકાની મારા મો પર છાલક, લીંબુ સમજીને લઈ આવેલા ઔષધીના છોડમાં ઊગેલા ઘાટા જાંબલી ફૂલ ને કુદરતી મોસમની સુંદર આવન જાવન... ને આ બધામા મોરનો મીઠો ટહુંકો મુકતા સુંદર સંબંધો ને મનગમતા નામો

હું મને ચાહું છુ, મારા દીકરાઓના બાળપણમાં, એમના મોટા થવાના એહસાસમાં, મારા પોતીકાના મીઠા ઠપકામાં, અધધધ સુંદર રંગો વેરતી સાંજમાં, મારી હૈયાતીને હાંશની મેહક આપતી દરેક ક્ષણમાં, હું ખુદને ચાહું છુ.

માનુની/મોસમી

#ગુજરાતી #હુંમનેચાહુછું

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ