વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મહાસાગર

શું કહું તને એ અથાગ મહાસાગર તારી મહાનતા કયા મોઢે ગાવું

વિશાળ જળ તારામાં સમાવી રાખ્યું છતાં કીનારો ઓળંગતો નથી


કેટકેટલાં જીવોનું કરી રહ્યો પોષણ અને કેટલાય છુપાવ્યા હશે રતન

નથી કોઈ તારાં પોતાનાં પરોપકારી ખરો તું નિસ્વાર્થ કેટલાનું કરે જતન


હજારો યુગોથી અવિરત વહેતી સરીતાઓનું જળ સંચરી રાખે છતાં

આજસુધી કોઈ દિવસ પોતાનો કીનારો ઓળંગી આપી નથી ખતાં


એ મોટાં પેટવાળા એ મહાસાગર શું કહું મારાં મુખે શું કહી શકું ખરો

જોઈ તને હું પણું હારી બેઠો હતું અભિમાન ઓગાળી બેઠો ઉતરી ગયો બરો


જોતાં તને એ કડીયા કારીગરની કલ્પનામાં ડુબી ગયો કોણ હશે એ

નજરે જોતાં "તખત"શિવ"જાણ્યો અજાણ છતાં બધાનો બાપજ હશે એ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ