વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મળ્યો તારો સાથ

પહેલી મુલાકાતમાં મને જાણે ચાહત થઈ ગઈ,

મળ્યા બે દિલ અને મન ને એક રાહત થઈ ગઈ.


આમ તો હું કદી નથી જતો મંદિર કે મજ્જીદમાં,

પણ તારા મિલનથી મારી ઈબાદત પૂરી થઈ ગઈ.


સપનું થઈ જશે આમ પુરુ વિચાર્યું પણ ના હતું,

મળ્યો તારો સાથ ઓચિંતા ને કરામત થઈ ગઈ.


સુકાયેલા રણની માફક સૂકી હતી મારી જિંદગી,

જો ને ! મળી તું ને લાગણીની બરસાત થઈ ગઈ.


એક પળ માટે પણ દૂર જાય રડી પડે મારું દિલ,

જાણે મને તારી પણ હવે એક ફિતરત થઈ ગઈ.


                                     - Mr.Patel 🎸 Prince


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ