વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મનની મસ્તી..

અચાનક આ શું થયું મને ! દિલમાં મીઠી મૂંઝવણ અનુભવી,
હવામાં મહેકના ઈશારા થયા, તારા આવવાના અણસાર જાગ્યા, હવાએ લહેરાવયો મદમસ્ત પાલવ, ઉડીને વદન પર શરમ ભરી ગયો. ગાલોની લાલી સૂરજની લાલિમા સમાઈ. હસતા હોઠોંમા કળીઓ દેખાઈ.

ગુલાબી કાગળનું  હવામાં લહેરાવું, સંગ સંગ સાથે ચાલવું, સ્પર્શ આપીને દૂર ખસતું, મીઠાં મીઠાં સ્પંદનો જગાવતું, પ્રેમ સંદેશો ભર્યો છે પત્રમાં, લપકીને લે તું હાથમાં, તારો સ્પર્શ મારી રૂહમાં તડપે, ક્યારે મળીશું બતાવ તું ઈશારામાં ?

આંખોથી કોઈ તગતગે છે. અહેસાસ મુજને ગમે છે. છુપાછુપી કેમ થઈ રહી છે ? શું સામનાથી ડરે છે ?

બંને તરફ આશ છે, શબ્દોની પ્યાસ છે. એકરારના કરારની વાર છે. મતવાલા શબ્દો ઘૂમી રહ્યા છે ભીતરની તરફ, હોઠો પર સ્ફુરવાની રાહ છે. લાગણીઓ એટલે જ કલમથી લખાય છે. મૌનથી ઇકરાર જણાય છે.

ભૂરો કાગળ લઈ ઉડ્યો અતરંગી પ્રેમનો. નજરના ચૂકવો હવે, રાહ વસમી થઈ હવે, નજર પણ થાકી હવે, મુલાકાત કરો હવે.
ફૂલ મોકલ્યું તને, સદા ખીલેલું રાખજો,
મિલનની વેળા ઢુંકળી, સોનેરી સાંજ અબઘડી હવે.
સૂર્ય આથમે સંધ્યાના મિલન માટે,  આવો સાજન મિલન માટે.

મુગ્ધાવસ્થામાં, દિલના રહેતું કાબૂમાં, ઉડી ઉડીને પહોંચતું હવામહેલોમાં, એવું જ અધિરાનું મન આજે કહી રહ્યું હતું. હું ખૂબસૂરત નથી તો શું છે ? સ્વપ્ના જોવાનો મને પણ હક છે. મારો પણ મનનો માણીગર હશે, મારો દામન થામી દૂર દેશાવર મહેલોમાં રાજ કરાવશે.

શું ખૂબસૂરત જ પ્રેમ કરી શકે ? દિલ પ્રેમ ભરેલું હોય તો ?
મારા દિલમાં હું ખચાખચ પ્રેમ જ રાખીશ, સુંદરતાને હું પાછળ પાડીશ, એટલી કદરૂપી તો નથી જ હું..

એક સાંજે, વનવગડામાં ફરતા એક તરવરિયા યુવાનને તરફડતો જોયો. યુવાન ગોરો, કદાવર, ઘુંઘરાલા વાળવાળો, ચતાપાટ પડ્યો હતો. શા કારણે થયું હતું કંઈજ ખબર ના પડી !

અધીરાનું મન બચાવવા ઉતાવળું થઈ રહ્યું. શું કરું નાં કરું, શ્વાસ ધીમા થઈ રહ્યા હતા, ધબકારાનો તાલ તૂટી રહ્યો હતો, તાલને લયબદ્ધ કરવો હતો. અધીરા પોતાના ધબકારા  સાંભળી શકતી હતી. પરદેશી બાબુને તરત દિલ પર કાર્ડિયાક ટ્રીટમેન્ટની જેમ જે પોતાને આવડતું હતું તેમ ટ્રીટમેન્ટ આપવા લાગી. ખુબસુરત પ્રેમભર્યા દિલમાંથી દુવાઓ નીકળવા લાગી. સ્પર્શ પણ પ્રેમભર્યો હતો. પ્રેમભર્યા સ્પર્શથી શરીરમાં સંચાર થયો. શ્વાસ ઊંડા લેવાવા લાગ્યા. ઉચ્છવાસ મહેસૂસ થયો. અધીરાએ તરત પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી દીધો જેથી કરીને પરદેશી બાબુ પોતાને જોઈને નારાજ થઈ ચાલ્યા નજાય.

સ્વપ્નાના માણીગરને મનમાં  ને મનમાં માણતી રહી. તેના પ્યારમાં રાચતી રહી. દિલને પ્રેમથી ભરતી રહી. માણીગર સાથે  સ્વપ્નમાં જિંદગી જીવતી રહી. ખોટું શું છે તેમાં ?

સ્વપ્ના હવે રોકી લીધા,
દિલનાં દ્વાર બંધ કર્યા,
માણીગરને કેદ કર્યો,
નજરોમાં સમાવી લીધો.

હું સુંદર છું, મને કોઈ પ્રેમ કરે છે. અહેસાસ જીવવા માટે પૂરતો હતો.

વાસ્તવિકતાને પચાવી દીધી,
શરણાગતિ સ્વીકારી લીધી,
કલપ્નાવિહારમાં સંગ માણી,
જિંદગી ગુલઝાર કરી જાણી.

""અમી""


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ