વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વ-કલ્યાણ

દરેક અંતનો પ્રારંભ હું,
શરૂઆતનો અંત તું.

વિશ્વજીતના લક્ષનો આરંભ હું,
વિજયની અભિલાષાનો હેતુ તું.

હિંમત અને દ્રઢતાનું પ્રતિરૂપ હું,
સૌમ્યતાની આકૃતિ તું.

ધર્મયુદ્ધનો જયદેવ હું,
કલાની વિરાગનાં દેવી તું.

કાલાન્ત

લક્ષનો અગ્રેતા હું
કાલવિજયની હિમાયતી તું

મિલન આપણા બે પ્રાણનું
ઉદાહરણ એક વિશ્વકલ્યાણ નું


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ