વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મારાં શામળાને કોઈ શોધી આપો

મારાં શામળાને કોઈ શોધી આપો,

મારાં વ્હાલીડાને કોઈ શોધી આપો,

એનાં વિરહમાં વ્યાકુળ વરસે મારા નયણાં,

કોઈ એને રે સંદેશો મારો આપો... 


વિલસ્યું છે રુપ તારું કણ કણમાં બ્રહ્મ થઈને,

તોયે ઓળખે ન તુજને મારી આંખો,

જાણ્યો છે મેં તો તને શામળાનાં રુપમાં,

વ્હાલા ! બાંસુરી બજાવતા રે આવો... 


આંખ્યુંમાં ચાતકની તરસ લઇ ઝંખુ તને,

કયારે આવશે રે મારો રે મેહુલિયો,

ચાતકની તરસ છીપે વરસે ને વરસે,

 ક્યારે વીતશે રે મારો રે ઉનાળો...


- ભારતી વડેરા 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ