વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોહી કાન્હા

કાન્હા તારા રૂપ છે હજાર

કયાં રૂપ પર મોહુ કાન્હા,


મોરમુકુટને, પીતામ્બર,

વળી જરકશી જામા કાન્હા,

કયાં રૂપ પર મોહુ કાન્હા,


ચંચલ, ચિત્તવન, મીઠીવાણી,

અધરે ધરી પ્યારી વાંસલડી કાન્હા,

કયાં રૂપ પર મોહુ કાન્હા,


કેસરભીના તારા વસ્ત્રો,

કસુંબલ ભીંજી નાર કાન્હા,

કયાં રૂપ પર મોહુ કાન્હા,


ઉભો કુંજ ગલિયન માં,

વ્રજવનિતા કે વ્રજનાથ કાન્હા,

કયાં રૂપ પર મોહુ કાન્હા,


બાંહે બાજુબંધ માણેકસા,

નીરખું કેસરભીના નાથ, કાન્હા,

કયાં રૂપ પર મોહુ કાન્હા,


લટકે ને મટકે થૈથૈ કરતો,

વ્હાલો મારો નખરા કરતો,

તારાં નખરા પર વારિ જાઉં કાન્હા,

ક્યાં રૂપ પર મોહુ કાન્હા.


કૃપા શામરિયાં

અમદાવાદ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ