વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલી મુલાકાત


આજે વહેલી સવારથી પુજાને મળવાની તાલાવેલી મારાં મનમાં હતી. એકાદ વર્ષથી હું એની સાથે ફોનમાં વાત કરતો હતો. પરંતુ એને મળવાનો મોકો મળતો નહતો. આજે બધું બરાબર ગોઠવાઈ ગયું હતું. એ મોટાં શહેરમાં રહેતી હતી, અને હું એક નાનકડાં એવાં ગામડામાં રહેતો.


   મારી અની સાથે મુલાકાત સોસીયલ મીડિયા દ્વારા થઈ હતી. શરૂઆતમાં તો બસ માત્ર વાત કરવા ખાતર વાતજ કરતો હતો. પરંતુ એની કલાકો સુધી ચાલતી વાતો મને પણ ખુબ ગમતી હતી. એ મજાકમાં ઘણી વાર કહેતી કે તું હંમેશાં બહુ ગુસ્સામાં હોય છે.માત્ર હું જ બોલ્યાં કરું છું, મારે તારી વાતો સાંભળવી છે.


  હું એને કહેતો કે મને બહુ બોલવાની આદત નથી, માત્ર કામ પુરતું જ બોલું છું. અને તું બસ બકબક કર્યા જ કરે છે. સાચું કહું ને તો એની બકબક મને પણ બહુ ગમતી હતી. હરરોજ એની સાથે વાત કરવાની આદત પડી ગઈ હતી. કોઈ દિવસ પુજાનો ફોન ના આવ્યો હોય ત્યારે હું વારંવાર ફોન જોયાં કરતો હતો.


  શરૂઆત મિત્ર તરીકે જ હતી, અને હજીયે પણ એમજ હતી. છતાં એનાં ફોનની રાહ મને અકળાવી નાખતી હતી.એનો ફોન કરવાનો સમય થાય અને હું બધાં કામ છોડીને ફોન હાથમાં લઈ અને બેસી જતો હતો. થોડી થોડી વારમાં હું હાથમાં ફોન લ્ઈને ચેક કરતો રહેતો હતો. એની વાતો કરવાનો બહું જ શોખ હતો. જાણે હું એની દુનિયાભરની વાતો સાંભળવા માટે જ એને મળ્યો હોય એવું લાગતું હતું.


  પરંતુ જે હોય તે, હવે મને પણ એની મીઠી મીઠી વાતો સાંભળ્યાં વીના ચેન પડતું નહતું. હું એક નાનાં એવાં ગામનો ગામડીયો યુવાન અને પુજા એક મોટાં શહેરની હોશિયાર છોકરી હતી. એને લાગતું હશે કે હું કોઈ અમીર ઘરનો છોકરો હશું કદાચ, પણ એની વાતોમાં ક્યારેય દંભ દેખાતો નહોતો. બસ થોડાંજ દિવસોમાં એનાં જીવનની તમામ પ્રકારની વાતો એણે કરી દીધી હતી.


મારી ઉપર એનો ભરોસો અતુટ હતો, એની વાતો જાણે મને અંદર સુધી હચમચાવી નાખતી હતી. મે એને કોઈ દિવસ જોઈ નહોતી. માત્ર એની તસવીર એનાં વોટ્સએપ નંબર પર નીહાળી હતી. ઘણી વખત એ મળવાનું કહેતી હતી. પરંતુ મારી હિંમત થતી નહીં. હું વાતને ઓળીટોળી નાખતો હતો. કહેતો હતો કે મારે અત્યારે વાડીમાં ખેતીની સીઝન ચાલે છે. અને એ માની પણ જતી હતી.


  ધીરે ધીરે મને થયું,કે'પુજાને અંધારામાં રાખવી યોગ્ય નથી. પણ પછી એમ થયું હતું,કે એ વાતો કરવાનું છોડી દેશે. પરંતુ મારું મન એને કોઈ વાત છુપાવી કરવાનું થતું નહીં. એટલે એકદિવસ હિંમત કરીને નક્કી કર્યું, આજે પુજાનો ફોન આવે એટલે એને મારી હાલત બતાવી દ્ઈશ. પછી ભલે એ મારી સાથે વાત કરવાની બંધ કરી દેતી.


  આજે હું એનાં ફોનની રાહમાં હતો, એટલામાં પુજાનો મેસેજ આવ્યો. એણે કહ્યું, હું કોલ કરું ? મે થોડીવાર જવાબ આપ્યો નહીં. તેથી એણે ફરીથી પુછ્યું, ઓ હલ્લો ! સાંભળે છે ? ફ્રી હોય તો તને કોલ કરું ? પ્લિઝ...! મે પુજાને હા કહી. બીજી જ ક્ષણે એનો ફોન આવ્યો. એણે મને પુછ્યું, કેમ બે વખત પુછવું પડે છે. મારાથી કોઈ ભુલ થઈ ગઈ છે ?


  મે કહ્યુ, અરે ! ના ભય થોડો કામમાં વ્યસ્ત હતો. પુજાએ કહ્યું, અરે ! મારાથી વધારે બીજું તારે શું કામ હોય છે. મે કહ્યું, ગાંડી ખાવા પીવાનું કશુંક તો કરવું જોઈએ કે નહીં. હું મારી વાડીએ ખેતી કરું છું. અને આખુંયે કુટુંબ મારી ઉપર ગુજરાન ચાલે છે. તને એમ થતું હશે કે હું કોઈ અમીર ઘરનો છોકરો છું. પરંતુ એવું નથી, પુજા હું એક ખુબ સામાન્ય પરિવારનો સભ્ય છું.


  ઓહોહો ! મને તો એમ કે તું ખુબ પૈસાદાર કુટુંબનો માલદાર છોકરો હશે.મને એમ હતું કે તું મારી પાછળ પાણીની જેમ પૈસા ઉડાડીશ,અને તું તો સાવ ગરીબ ગામડિયો નીકળ્યો. હવે હું શું કરીશ,તને તો હું છોડી દ્ઈશ. તારી જેવાં ગરીબ સાથે કોણ વાત કરે.


પુજાની વાત મારાં હ્લદયમાં કાંટાની જેમ ખુંપી ગ્ઈ.

થોડીવાર મને ખુબ ગુસ્સો આવ્યો, પરંતુ પછી એમ થયું કે ચલને જવાદે,એનાં પણ કોઈ સપનાઓ હશે.

વધારે શું કરશે વાત નહીં કરે એમજને...! અને એ મળી નહોતી એનાં પહેલાં એ ક્યાં મારી સાથે વાત કરતી હતી.પણ મેં જે હતું તે ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. થોડીવાર હું આવાં વિચારોમાં અટવાઈ ગયો.


એટલામાં એણે કહ્યું, ઓયયય ! તું પાગલ છે ? તો હું તારી અમીરી ગરીબી જોવા નવરી બેઠી છુ.તું મારો અજાણ્યો પણ ખુબ ચહીતો દોસ્ત છે.હું તને ખોવા નથી માગતી. એણે કહ્યું, મે મારાં જીવનમાં ખુબ દુઃખ ભોગવ્યાં પણ છે,અને જોયાં પણ છે. અહીં કોઈ મારું પોતાનું કહી શકું એવું નથી. અને તને મળી પછી મને એવું લાગ્યું છે, કે કોઈ મારો બેસ્ટ ફ્રેન્ડ મળી ગયો છે. તને યાદ છે ? તે પંદર દિવસ પછી મને કહ્યું, હતું. કે હવે હું તારી સાથે વાત નહીં કરું, ત્યારે પણ મેં તને કહ્યું હતું કે આજે તે મારી બધી ખુશી છીનવી લીધી.


  તારી એ વાતે મારું હદય પરીવર્તન કરી નાખ્યું હતું. પુજા સાથે વાત નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પણ ફરી એની ખુશી માટે થોડો વખત વાત કરીએ એવો મેં મનોમન નિર્ણય લીધો હતો. મને લાગ્યું હતું, કે થોડો વખત માત્ર વાત કરવામાં શું થવાનું હતું. મને પણ મનોરંજન થશે.પછી તો હું પુજાને ગમેતેમ કરીને એનાથી પીછો છોડાવી લ્ઈશ.


  પરંતુ દિવસ પછી દિવસ પસાર થવાં લાગ્યાં, પુજાની વાતો જાણે ખુટવાનું નામ જ નહોતી લેતી. કોણજાણે આટલી બધી વાતો ક્યાંથી લાવતી હશે. ઘણીવાર તો હું એની વાતોમાં હમ હમ જ કરતો હતો. કારણકે મને એ બોલવાનો મોકોજ નહોતી આપતી. ઘણીવાર હું મજાકમાં કહેતો. અરે ! રુકજા મેરી માં,થોડીદેર સાંસ તો લેલે બીના સાંસ મર જાયેગી.


પુજા ખુબ મોટેથી હસતી હતી, મને એમ થતું કે પુજા કેટલી બધી ખુશ છે. જાણે કોઈ દિવસ એ દુ:ખી થઈ જ નહીં હોય. પરંતુ જ્યારે પુજાએ વાત વાતમાં એનું અંગત જીવન ખોલી નાખ્યું, ત્યારે એની ઉપર મને ખરેખર ખુબ દયા આવી. પણ દયા શા માટે ? મારી જાતને મે પોતેજ પ્રશ્ર્ન કર્યો. કદાચ પુજાને કહ્યું, હોત કે મને તારી ઉપર દયા આવે છે, તો એ પણ મને ચોખ્ખું કહી દીધું હોત કે ભય દયા રહેવાદે,મને નથી જોઈતી તારી દયા.


હંમેશા પુજાને મેં હસતી જ જોઈ હતી. કદાચ નવી નવી મુલાકાત હશે તેથી, એને લાગ્યું હશે કે કોઈ પાસે રડીને શું ફાયદો થવાનો હતો. પરંતુ જ્યારે પુજા એનાં અંગત જીવનની વાત કરતાં કરતાં ખુબ રડી ત્યારે મને પણ ખુબ દુઃખ થયું. કોણ જાણે મારાં હ્લદયને કશોક આઘાત લાગ્યો. અને પથ્થર જેવું મારું આ કાળજું મોમની જેમ પીગળવા લાગ્યું.


  લગભગ પુજાને અને મને વાતો કરતાં કરતાં એક વર્ષ એક દિવસની જેમ જતું રહ્યું. જયારે પુજાએ મને કહ્યું, તને ખબર છે, આપણે ગયાં વર્ષે આજનાં દિવસે સવારે સાડાનવ વાગ્યે મળ્યાં હતાં. તે મને નંબર આપ્યો અને મે સવારે સાડાનવે તને પહેલી વખત ફોન કર્યો હતો. આજે આપણો બન્નેને મળ્યાં એનો જન્મ દિવસ છે.હું પુજાની વાત સાંભળીને હસવાં લાગ્યો. અને કહ્યું, અલ્યા કોઈ મળે એનો તો વળી જન્મ દિવસ હોતો હશે ? 


  કેમ ના હોય હું તો સેલિબ્રેશન કરીશ, તારે પણ જોઈન્ટ થવું હોય તો આવજે તને કોઈ ના નહીં પાડે.

મે કહ્યુ, ઠીક ઠીક તમતમારે તું સેલીબ્રેટ કરજે.અને મે વાત બદલી નાખી.તને શેનો વધારે શોખ છે,તને શું શું વધારે ગમે છે.ત્યારે એ ખુબ હળવેકથી કહેતી કે મને સૌથી વધારે માત્ર તું ગમે છે. જોતો નથી કલાકો સુધી તારી સાથે વાતો કરતાં કરતાં પણ હું થાકતી નથી,ને હસી પડતી હતી.


   અરે ! મજાક કરું છું,યાર એની વાતોમાં કોણ જાણે શું મોહિની હતી, હું ઈચ્છા ના હોવા છતાં એની તરફ ખેંચાતો ગયો. બસ આ નિત્યક્રમ થઈ ગયો હતો. સવારે ગુડ મોર્નિંગ અને પુજા એનાં કામમાં વ્યસ્ત થઈ જતી હતી. પરંતુ બપોરના સમયે એ અચૂક કોલ કરતી હતી. આમ વાતો કરતાં કરતાં એક વર્ષને સાતેક મહીનાં પસાર થઈ ગયાં હતાં.


  હવે હું એની સાથે ખુબ જ અંગત વાતો કરતો હતો. પુજા પણ એની અંગત વાતો કરતી હતી. ઘણીવાર કહેતી હતી કે તને મળવાની ઈચ્છા નથી થતી. હું કહેતો કે ના મારી પાસે એટલાં પૈસા નથી. જેથી હું ત્યાં આવી શકું. અને પુજા કહેતી કે તું અહીં સુધી પહોંચી જા,પછી હું વ્યવસ્થા કરી આપીશ.હું કહેતો કે મે આજ સુધી જીવનમાં કોઈ

પાસે પૈસા આવી રીતે નથી લીધાં. ત્યારે પુજા કહેતી કે તું હજીયે મને કોઈ બીજી માને છે.


હવે મને લાગ્યું કે મને પુજા પસંદ કરે છે. પણ એ કહેતી નથી. મને થયું લાવને હું પોતે પહેલ કરું, હું માનસિક રીતે તૈયાર થઈ ગયો. નક્કી કર્યું, આજે પુજાનો ફોન આવે એટલે એને પ્રપોઝ કરું. ને એવામાં એનો ફોન આવ્યો. થોડી વાર આમ તેમ વાતો કરી, મેં કહ્યું, પુજા મને લાગે છે કે હું તને પસંદ છું. એણે કહ્યું, હમમ અરે ! વાહ હવે આગળ શું બોલ જોય ? 


  મેં ખુબ હિંમત કરીને આજે તો કહીજ દીધું, પુજા "આઈ લવ યું"અને પુજા થોડી વાર મોન થઈ ગઈ. મને થયું કે શું પુજાને નહીં ગમ્યું હોય, થોડી વાર પછી પુજાએ કહ્યું, પાગલ તે આટલું કહેવા માટે બે વર્ષ પસાર કરી નાખ્યાં. તને ખબર છે, તે કેટલો બધો સમય વેડફી નાખ્યો. હું તને પહેલાથી જ પસંદ કરું છું. પ્રેમ કોને કહેવાતો હશે એ હું નથી જાણતી પરંતુ હું દિવસ દરમિયાન સેકડો વખત તારા ફોટોને જોયાં જ કરું છું. હા હું પણ તને પ્રેમ કરું છું, પુજાએ ખુબ ધેર્યપુર્વક કહ્યું.


   પુજાએ કીધું હવે તું મળવા નહીં આવે તો તને મારાં સમ છે.એ મને ઘણીવાર એની કસમ ખાવાનું કહેતી. પણ મે આજસુધી પુજાની ખોટી કસમ નથી ખાધી. હવે પુજાએ એનાં સોગંદ આપ્યાં, હવે મારે એને મળવા જવાનું હતું. હું ખુબ ખુશ હતો, પુજાને આજ દિન સુધી રુબરુ જોઈ નહોતી. એ કેવી લાગતી હશે એની ખબર નહોતી. માત્ર ફોટોમાં જોઈ હતી. બસ મળવાનું નક્કી કર્યું, એકદિવસ ફાઈનલ કર્યો. અને હું વહેલી સવારે નીકળી ગયો, લગભગ નવેક વાગ્યે એનાં શહેરમાં પહોંચી ગયો.


  પુજાએ જે મોલમાં બેસવાનું કહ્યું હતું ત્યાં પહોંચી અને હું પુજાની રાહ જોવા લાગ્યો. થોડી થોડી વારે એનો ફોન આવતો હતો. એ મને કહેતી હતી કે બસ હું થોડું ઘરકામ પતાવીને આવું જ છું. મે કહ્યુ, ચિંતા ના કરીશ હું ઠીક છું. તું શાંતિથી આવજે,એકતરફ મળવાની ઘેલશા,બીજી બાજુ હદયમાં હલચલ એમ થતું કે પુજા આવવાની ના પાડી દે તો સારું. અને છેક અહીં સુધી આવીને મળ્યાં વગર જવું એ પણ વ્યાજબી નહોતું.


   એની રાહમાં એક કલાક પસાર થઈ ગયો. સામે જ એક શિવ મંદિર હતું. હું જ્યાં બેઠો હતો ત્યાંથી સ્પષ્ટ દેખાતું હતું. થોડીવાર પછી પુજાનો કોલ આવ્યો, એણે કહ્યું, હું ઘેરથી નીકળી ગઈ છું. થોડીવારમાં જ પહોંચી બસ આ આવી. અને મારાં હ્લદયની ધડકનો ખુબ તેજ ગતિએ ભાગવા લાગી. જાણે કોઈએ અંદર મસીન ફીટ કરી દીધું હોય તેમ ધકધક શરૂ થઈ ગયું.


  અને સામેથી એક રીક્ષાવાળો આવીને મારી સામે જ ઉભો રહ્યો. એને જોઈને હું ઉભો થઈ ગયો. એ રીક્ષામાંથી એક બ્લેક સાડી પહેરીને એક સ્ત્રી નીચે ઉતરી ફોટોમાં જોઈ હતી તેથી હું પુજાને ઓળખી ગયો. એણે મારી તરફ જોઈને હાથ ઉંચો કર્યો. હું ઉતાવળે પગે એની નજદીક ગયો. અને મે એને આંગળી સામે આંગળી ચીંધીને શિવની મુર્તિ તરફ ઈશારો કર્યો. અને એ હસીને મારાં ગળે વળગી પડી. એ રડતી પણ હતી, એનાં આંસુ કદાચ એને મળવાની લાયમાં મને દેખાયાં નહોતાં. આ હતી મારી અને પુજાની "પહેલી મુલાકાત"




  


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ