વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મીઠી તકરાર..

મીઠી તકરાર..

જિંદગીની ભાગમભાગમાં જિંદગી ક્યારેક હાસ્યથી ભરપૂર જીવી જવાય છે તો ક્યારેક રડતા રડતા. જિંદગીને જીવ છે ત્યાં સુધી માણવાની હોય તો હાસ્યરસ વધારે છલકાઈએ.
જવાબદારીઓને જો ખુશી ખુશી માણીએ તો બોજો લાગશે જ નહી. જિંદગીના અલગ અલગ રૂપ છે તેને હર એક ક્ષણે માણતા શીખો. કોચલા જેવી જિંદગી જીવવાની શું મજા સોગિયા જેવા ડાચા, ઉતરી ગયેલી કઢી જેવું ડાચું. દિવેલ પીધેલું ડાચું. સારા લાગે આવા ડાચા ? ઈશ્વરે ખૂબસૂરત ચહેરો આપ્યો છે ચમકવા માટે સ્મિતથી ખુશખુશાલ રહો.

ઘરમાં બટકબોલી વિપાશાએ આજે મમ્મી મૃદુલાનો ઉધડો લઇ નાખ્યો. જ્યારે જુવો ત્યારે મમ્મી તમે રડતા જ હોવ. આખો દિવસ તમારા રોદડા સાંભળવા નથી ગમતા. Just chill રહેતા સીખો. મગજને cool રાખતા શીખો.

વિપાશા તારા લીધે ટેનશન રહે છે. કશું કામ કરતી નથી. કશું શીખતી નથી. કોઈ સૂઝ પડતી નથી. બસ આખો દિવસ મોટીવેશનલ લેક્ચર, આધ્યાત્મિક શિબિરો, પુસ્તક વાંચવાના, બેનપણીઓ સાથે ગપાટા અને છેલ્લે મમ્મીને શિખામણો આપવાની. પોતાની જિંદગી સુધારતી નથી. મારી તો ગઈ સાસરે જિંદગી, હજી તારે સાસરે જિંદગી જીવવાની છે. જા પછી ખબર પડશે.

મમ્મી cool યાર, તું મને કંઈ ના આપીશ લગ્નમાં, બસ એક રસોઈયો હું રાખી લઈશ, પેમેન્ટ તુ કરતી રહેજે. રસોઈ કરીને આખી જિંદગી હું રસોડામાં નહી વિતાવુ. ઘરની સફાઈ માટે ચોવીસ કલાકનો નોકર રાખી લઈશ. કોઈને કામ નહી કરવાનુ. હુ અને મારો થનારો ઘરવાળો કમાઈશુ અને સાસુ ઘરનુ સુપરવિઝન કરશે. સસરા આરામથી દોસ્તો સાથે બગીચામા ફરશે. બોલ, કેવો પ્લાન છે ? કોણ ઝંઝટ જ નહી. કામ માટે ઝઘડા થાય, કોઇએ કરવાનું નહી. કરાવી લેવાનું.

હે ભગવાન, આને થોડી બુધ્ધિ આપો. તને સાસુ સીધી કરશે. તુ જા સાસરે પછી કેટલા વીસે સો થાય ખબર પડશે. અમે પણ તારી જેમ શેખચલ્લીનાં વિચારો ધરાવતા હતા. જિંદગીનું ગણિત ગણવામાં ક્યારે થાપ ખાઈ ગઈ અને હું ટેન્શન વાળી થઈ ગઈ.

યાર, આ મમ્મીઓ કેમ કામની પાછળ આટલુ પડતી હશે. જો તેમની કેરિયારમાં ધ્યાન આપ્યુ હોત તો સ્વભાવ જુદો હોત, વિચારો જુદા હોત..

હા, વિપાશા જુદી હોત, તારે તારી મમ્મીનો આભાર માનવો જોઈએ કે તને સમય જ સમય આપ્યો છે. સમયના અભાવમાં માબાપ પ્રેમ નથી આપી શકતા તેનો બાળકોને અફસોસ રહે છે.

હા, કંઇક નવું કરવાની ઈચ્છા થાય ત્યાં છોકરી થઈને આવુ નાં કરી શકાય. પહેલો ન્નનો મમ્મીનો હોય. દુનિયા પછી બોલશે. મમ્મી પણ એક સ્ત્રી છે તો પણ કેમ આ પ્રકારનુ વિચારે છે. સ્ત્રી સ્વતંત્રતાની વાતો કરી શકાય પણ પહેલ તો કરવી જોઇએને.

યાર, દોસ્તો ચાલો બધા આજે આ ટોપિક પર ચર્ચા કરીએ. ના, વિપાશા અમારે ચર્ચા કરીને સમય બરબાદ નથી કરવો. ધીર ગંભીર ચર્ચા કરીને આપણા ખૂબસૂરત સમયને અન્યાય કેમ કરીએ.

દીકરી એટલે સાસરે વળાવવાની ઉતાવળ. અમે પણ સમજીએ છે અમારે જવાનું છે. પારકી થાપણ અમે તો. અત્યાર સુધી સાચવી. કેમ બીજાના માટે સાચવી ?

દીકરા તને એટલે સાચવી કે જીંદગીના જંગમાં તું હિંમત નાં હારે, અમે હંમેશા તારી સાથે છેનો અહેસાસ રહે. જિંદગીની ભાગમભાગમાં મજબૂત સબંધોનું બંધન, જે ગમે ત્યારે હાજર થાય. જેની સાથે હાસ્યની છોળો ઉડાડી હોય. બચપણમાં મુક્ત મને હસ્યા હોઈએ. જે ઉંમરનાં કોઈ પણ પડાવ પર સાથે હસી શકાય. બેજીજક દિલની વાત કરી શકાય.

વિપાશા તૈયાર હતી જિંદગીની બીજી ઇનિંગ્સ માટે. આજે શૈલ જોવા આવવાનો હતો. હુ કઠપૂતળી નહી બનુ, હું નાસ્તો, ચા લઈને નહી જવુ. હુ મારી જિંદગીની નવી શરૂઆત મારા પ્રશ્નોથી કરીશ.

શૈલે બેફિકરથી તેના ફેમિલી સાથે ભવ્ય એન્ટ્રી મારી. સીધો સોફામાં જઈને બેઠો. ના આવકારની રાહ જોઈ કે ના બીજા આદેશની. સીધો સોફામાં જઈને બેઠો. વર્ષોથી ઓળખાણ હોય એમ વાતો કરવા લાગ્યો.

મૃદુલા વિચારતી રહી ગઈ. ચાલો શેરને માથે સવાશેર બને એવો છે. વિપાશા અહી સીધી રહેશે. હે ભગવાન, એને શૈલ ગમી જવો જોઈએ. તુ કહીશ એ હું કરીશ. મનમાં કંઈ કેટલી બાધા આખડીઓ રાખી લીધી.

અરે, ઘરમાંથી ભગાડવી નહોતી પણ એક જવાબદારી હતી પોતાની છોકરીને સારું ઘર મળે. મારી આંખ મીંચાય પહેલા દીકરી જીવનમા સેટ થઇ જાય. મા ને પણ ખબર હોય સેટ થાય પછી પણ જીવનમા વાવાઝોડા ચાલુ જ હોય. આંખ મીંચાય બોલે પણ ક્યારે આપણા હાથમાં ક્યાં હોય છે. મૃત્યુની હમેંશા રાહ જોવી એક સારી નિશાની છે. તૈયાર રહેવુ જોઈએ. ક્યારે પણ બોલાવો આવી શકે છે.અરે હું પણ ક્યાં ગંભીર ટોપિક આજના શુભ દિને લઈને બેસી. મનમા વિચાર જ ના આવવો જોઈએ. ઠીક છે મારા વિચારને ક્યાં કોઇએ સાંભળ્યો છે કે મારા ચહેરા પર લખાઈને આવ્યું છે.

વિપાશા પણ ક્યાં ઓછી હતી. તે સીધી જઈને બેઠી શૈલ પાસે. આજના જમાનાની છોકરીઓ, હસ્તધનુનથી વાત શરૂ થઈ પણ તેમાંથી શું તાર દિલને સ્પર્શી ગયા. વિપાશાના વદન પર શરમની લાલિના ચકરાવા ચાલુ થયા. આંખોની પલકો ભારથી ઝૂકવા લાગી. શબ્દો ગળામા ગોળ ગોળ ફરવા લાગ્યા. હાથ પગની આંગળીઓના ઘર્ષણ ચાલુ થયા.

અરે, મને અચાનક શું થઈ રહ્યું છે. મન કેમ શૈલ તરફ ખેંચાઇ રહ્યું છે. આજ સુધી કેટલા છોકરા જોડે વાતો કરી છે. સ્પર્શ પણ થયો હોય છે. પ્રેમના રાગ આવા સ્પર્શ્યા નથી. શૈલે આવીને શું જાદુ કરી દિધો. દિલના તાર છેડી ગયો.

મૃદુલા જોતી રહી ગઈ કે શેરનીની દહાડને શું થઈ ગયું. આંખના ઇશારાથી પૂછ્યું પણ આજે વિપાશાની આંખોમાં શરારત ને બદલે પ્રેમ ડોકાયો.
શૈલ જન્મ કુંડલીનો અભ્યાસ કરીને આવ્યો હતો. મનથી નક્કી કર્યું હતું કે વિપાશાને એની ભાષામાં દરેક જવાબ આપશે. હાલાતે મજબૂર દિલ, યહી ભી વહી હાલ થા.

બંને પોતાની igo ભૂલીને પ્રણય ગાથા ગુંથવામાં પડ્યા હતા. મનમાં દબાયેલો પ્રેમ ઉછાળા મારતો હતો. ઝીલી લેવા પાત્ર લઈને સામસામે ઊભા હતા કોણ પહેલ કરે એની રાહ હતી.

શૈલના પરિવારને વિપાશા પસંદ આવી ગઈ, પ્રણયના સ્વપ્ન માથી જાગૃત કર્યો. બંનેને વાતો કરવા બહાર મોકલ્યા.

શૈલ બોલ્યો સાંભળ્યું હતુ કે શેરની બહુ ગરજશે. શેરની મીંદડી કેમ બની ગઈ.  રિયા બોલી પહેલી મુલાકાત, પહેલી વાત, શું શબ્દો બોલ્યો છે. બિન્દાસ મારી જેમ, મજા આવશે સાથે જિંદગી જીવી લેવાની, બોલ તારું શું માનવુ છે ?

મને તો શેરની દહાડે એજ ગમે, એટલે તો આવ્યો જોવા, ગમી ગઈ શેરની. મને પણ જિંદગીમાં તારો સાથ મંજૂર છે.
યાર, ખુશહાલ ચહેરે દરેક સંઘર્ષનો સામનો કરીશું. જિંદગીમાં સમસ્યા નાં હોય તો જિંદગી નથી. બીજી એક વાત આપણે હમેંશા દોસ્ત બનીને દરેક નિર્ણય લઈશું.

વાજતે ગાજતે સાસરે આવી. માનપાન મળી રહ્યા હતા. જોઈતા હોય તો સામે આપવા પણ પડે. શરૂ થયો જિંદગીનો નવો અધ્યાય.

બીજે દિવસે બ્રશ કરતા શૈલ ક્યારેય ટૂથપેસ્ટની કેપ
પહેરાવતો નહી. વિપાશા એ જોયું. બીજા દિવસે શૈલને સુધરવાની ઈચ્છા થઈ, મમ્મીની ટોક યાદ આવી, વહુ આવશે ત્યારે સુધરજે. તેના મમ્મી આદત ચલાવી લેતા પણ હવે શ્રીમતીજી પધાર્યા હતા. ટૂથપેસ્ટનું ઢાંકણ પણ વર્ષો પછી ખુશ થયુ. વિપાશાએ ડાઇનિંગ ટેબલ પર બધાની વચ્ચે કહ્યુ શૈલ તે બ્રશ કર્યું કે નહી. હા, કર્યુંનેં.. કેમ આવુ પૂછે છે.. નાં આજે ટૂથપેસ્ટ ખુલ્લી નથી એટલે..

લગ્ન જીવનની મીઠી ચકમક ઝરવાની શરૂઆત થઈ, હું આનંદ લઈશ આવી વાતોનો તો જિંદગી સડસડાટ જશે. જિંદગીની ભાગમભાગમા મીઠી નોકજોક જરૂરી છે. ડાઇનિંગ ટેબલ પણ આજે ખુશ થયુ, ચાલો આજે બધા હસ્યા ખરા. દિવસની શરૂઆત હાસ્ય સાથે થઈ તો આખો દિવસ વાતાવરણ પણ ખુશનુમા રહ્યું.

વિપાશાના આવવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા બન્યુ હતું. બધાને સાથે રાખીને ચાલવું અને દરેકને આત્મીયતા દાખવવી તેનો નિયમ હતો.

સમય વીતતો ગયો, મૃદુલાની ચિંતા ઘટવા લાગી હવે સાસરે સ્થિર થઈ જશે. વિપાશાના સાસુ દરેક પરિસ્થિતી સાચવી લેતા હતા. એક દિવસ વિપાશા રસોડામાં ગઈ. મમ્મીજીએ કહ્યું કબાટમાંથી અજમાની બરણી આપજે. હા, મમ્મીજી કહીને જીરાની બરણી આપી. અરે, અજમાની આપ, ઓહો, હું ભૂલી ગઇ sorry ગોળ હોય એ અજમો. સાસુ ધૈર્ય રાખ્યું. કંઈ વાંધો નહિ હું પણ એમજ કરતી હતી. ધીરે ધીરે શીખી જઈશ.

જિંદગીની ભાગમભાગમા આજે સૌ વર્ષો જૂની યાદોનો ખજાનો ખોલીને બેઠા. દરેકના કંઇક કારસ્તાન હતા. તે તાજા કર્યા. યાદોનો ભંડાર બનાવો અવનવી ખુશીઓથી, જ્યારે જીવન નીરસ લાગે ત્યારે તરોતાજા થવા પટારો ખોલો..

""અમી ""





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ