વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિક્ષક દિન

"શિક્ષક દિન"


ચાલ વિદ્યાર્થી હું  શિક્ષક તું વિદ્યાર્થી એવું રમીએ,

એકડાથી શરૂઆત કરીને ગણિતનું ભણતર ભણીએ.

ચાલ વિદ્યાર્થી લઈ લે પુસ્તક કલમથી 'ક' કરીએ,

દુઃખને બાદબાકી કરીને સુખનો સરવાળો કરીએ,


એકડો ઘૂંટતા ઘૂંટતા બગડી ગયો બગડો,

આ કક્કાની કરામતમા લાગે મને તગડો.

વહેલા ઉઠવામાં થઈ જાય મમ્મી સાથે ઝઘડો,

ક થી જ્ઞ શીખતાં તો લાગે મને વેરણ વગડો.


માસ્તર મારા મન મોજીલા મોનીટર દોઢ ડાયો,

લેક્સર લે વ્હાલી ટીચર હોમવર્કમાં હું અટવાયો.

શિક્ષક દિનની ઉજવણીમાં હું ખૂબ મુંજાયો,

બારાક્ષરી તો આવડે નઈ ને રોંફ બહુ બતાવ્યો.


ચાલ વિદ્યાર્થી હું  શિક્ષક તું વિદ્યાર્થી એવું રમીએ,

એકડાથી શરૂઆત કરીને ગણિતનું ભણતર ભણીએ.

ચાલ વિદ્યાર્થી લઈ લે પુસ્તક કલમથી 'ક' કરીએ,

દુઃખના બાદબાકી કરીને સુખનો સરવાળો કરીએ,


રચના :- કિશન એસ. શેલાણા "કાવ્ય"


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ