વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શિક્ષક

કાવ્ય  - શિક્ષક


' અ ' થી ' જ્ઞ ' સુધી, 

' A ' થી ' Z ' સુધી 

      જ્ઞાનદીપ જલાવે શિક્ષક.


 ' એકડા ' થી ' અનંત ' સુધી,

'  અપૂર્ણ ' થી ' પૂર્ણ ' સુધી,

          ગણન કરાવે શિક્ષક.


' માટી ' થી ' પાટી ' સુધી,

'  કાગળ ' થી ' કલમ ' સુધી,

         કેળવણી આપે શિક્ષક.


' ધરા ' થી ' આભ ' સુધી,

' ઘર ' થી ' જગ ' સુધી,

         સફર કરાવે શિક્ષક.


' સાગર ' થી ' પહાડ ' સુધી,

 ' શ્વાસ ' થી ' વિશ્વાસ ' સુધી,

             રાહ ચીંધે શિક્ષક.


' મૌન ' થી  ' વાચા ' સુધી,

' સહકાર ' થી ' સંસ્કાર ' સુધી,

             ઘડતર કરે શિક્ષક.


' કોશિશ ' થી ' કામયાબી ' સુધી,

'  પ્રેરણા ' થી ' ઉડાન'  સુધી,

            ભોમિયો બને શિક્ષક.


હનિફ એ. મેમણ (રાજ) ડીસા

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ