વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પુસ્તક સમીક્ષા

સૌથી પહેલું પુસ્તક જે મને ભેટ સ્વરૂપે મળેલું અને એ પણ એ લેખકનું પહેલું પુસ્તક.

પુસ્તક સમીક્ષા :


લેખક: મનોજભાઈ નાવડીયા Manoj Navadiya - મનોજ નાવડીયા 

ગામ  : રાણપરડા (ખારા), સુરત  (હાલ :આદિપુર, કચ્છ)

પુસ્તક:.  *વિશ્વ ખોજ* 

             *એક જીવન શિક્ષક*

             #vishvkhoj 


મને ખબર ના હતી કે પોતાનું પુસ્તક જ્યારે છપાય ત્યારે તેનું કેટલું  અનોખું  મહત્વ હોય છે. કારણકે હું આ ક્ષેત્રમાં નવી હતી. બે - ચાર ગૃપ માં જોડાઈ હતી. ત્યાં તમે વાંચેલ કોઈ પણ પુસ્તક પર અથવા લેખક પર સમીક્ષા લખવાની હતી અને ત્યારે એક સ્પર્ધા દરમ્યાન ખબર પડી કે મારા પાડોશી પણ એક સારા લેખક છે.  


મેં જ્યારે  "વિશ્વ ખોજ", એક જીવન શિક્ષક પુસ્તક વાંચ્યું ત્યારે મને એમ થયું કે હું આ લેખકનુ પહેલું પુસ્તક અને મારી પહેલી પુસ્તક સમીક્ષા. તો હું આજ પુસ્તક પર સમીક્ષા લખીશ. હજુ તો એમનું પુસ્તક છપાવવામાં હતું, પરંતુ પાડોશી હોવાના નાતે એમણે મને પહેલી કોપી આપી.


જ્યારે બીજા એક ગ્રુપમાં હું લખતી હતી. ત્યાંરે એક પુસ્તકને લઈને ખૂબ જ ચર્ચા થઈ. ત્યારે ખબર પડી કે પુસ્તક છપાવવું કેટલું અઘરું છે.  અને એનો આનંદ શું હોય છે? મારી વ્યસ્તતા કહો કે અધૂરું જ્ઞાન પણ મેં શ્રી મનોજભાઇનો આભાર પણ વ્યક્ત કર્યો નથી.


મારાં પાડોશી એવાં લેખક શ્રી મનોજભાઈ  નાવડીયા. 


મનોજભાઈનું પુસ્તક વાંચ્યું. નાની બોધ ભરી વાર્તાઓ ઘણું કહી જાય છે. 


આજે હવે થોડી વ્યસ્તતા ઓછી થતાં એ પ્રયત્ન  કરું છું.


એન્જિનિયર એવા સુરતવાસી અને હાલે ગાંધીધામ રહેતા લેખક શ્રી મનોજભાઈ નવડીયાનું પહેલું પુસ્તક છે. આમ તો મનોજભાઈ ઘણાં ગૃપ સાથે સંકળાયેલા છે. એમનાં નાના ક્વોટ્સ ખૂબ સુંદર હોય છે.


"વિશ્વ એક ખોજ "

'એક જીવન શિક્ષક'


આ પુસ્તકમાં નાની ૨૦ પ્રેરણાત્મક લઘુ વાર્તાનો સંગ્રહ છે.


પહેલી વાર્તા છે: " પરિવર્તન"

જેમાં તેમણે એક બાળકે કરેલ નિરીક્ષણ અને પછી નિરીક્ષણને અનુસરીને તેનામાં આવેલ પરિવર્તનની વાત કરી છે. વાંચન પ્રક્રિયાથી પોતાની નિષ્ફળતાને સફળતા મેળવી શકાય એ દર્શાવ્યું છે.


બીજી વાર્તા છે: "અદ્ભુત મન"

આ વાર્તામાં તેમણે ગીતાના શ્લોક સાથે સમજાવ્યું છે કે જો મન સારું તો બધું સારું. આપણા વેગ, આવેગ, ગુસ્સો, પ્રેમ, સમજણ,  ચિંતા, ડર બધું મન થકી છે. જો શાંત અને સ્થિર મન હોય તો ગમે તેવી પરિસ્થિતિ માંથી નીકળી શકાય છે. મન સંતુલન અનિવાર્ય છે.


ત્રીજી વાર્તા છે એમની: "સામર્થ્યવાન મા"

આ શીર્ષક પર જ શું કહેવું:  જ્યારે ઈશ્વર બધે ન પહોંચી વળ્યો ત્યારે તેણે મા નું સર્જન કર્યું. સ્ત્રી સાથે દેશમાં જે અણબનાવ બને છે. તેના પર ચિંતા વ્યક્ત પણ કરી છે.


ચોથી વાર્તા: "તકની શોધ"

આ વાર્તામાં તેમને એક નવયુવાન કે જેને  આવેલ તક જવા ના દીધી અને એનું પરિણામ એને મળ્યું. નસીબને દોષ દેવાના બદલે આવેલ તક ઝડપી લેવી જોઈએ એવો ભાવ દર્શાવ્યો છે.


પાંચમી વાર્તા છે: "કોંકરોચની ફરિયાદ"

શીર્ષક થોડું અટપટું લાગે છે જાણે બાળવાર્તાનું હોય તેવું. પરંતુ આ વાર્તામાં કોઈ જીવની હત્યા કરવા કરતાં આપણે તેનો ઉપદ્રવ જ ના થવા દઈએ, ચોખ્ખાઈ રાખીએ, બિમારી તથા કેમિકલ થી બચવું જોઈએ અને તેની સાથે જીવદયાની ભાવના પણ રાખવી જોઈએ. જેવાં સાથે તેવા નહીં બનવાનો ભાવ દર્શાવ્યો છે.


વાર્તા છઠ્ઠી: "જીવનમાં ગોઠવણ"

નાની પરિસ્થિતી માં જો આપમેળે કામ કરી લઈએ કે  થોડું જતું કરવાની ભાવના રાખે તો ક્યારેય મનદુઃખ ન થાય. માણસે હંમેશા સ્થિતિસ્થાપક રહેવું જોઇએ. સમજદાર વ્યક્તિ એક ભૂલને બીજી વાર દોહરાવ્યા કરતા નથી.


વાર્તા સાત: "ખોટી જીદ"

જીદ ક્યારેક ભયંકર તકલીફ લઈ આવે છે. અમુક સમયે જીદના લીધે ઘણું નુકશાન ભોગવવું પડે છે.


વાર્તા આઠ: "કર્મનું ફળ"

કર્મનું ફળ ગીતામાં કહ્યું છે તેમ કરેલ કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. તે અહી સુંદર દ્રષ્ટાંત થકી દર્શાવ્યું છે.


વાર્તા નવ: " સીધો રસ્તો"

જો કોઈ માર્ગદર્શન માગે તો ક્યારેય અવળા માર્ગે કે ખોટો રસ્તો ના બતવવો જોઈએ.  મહાભારતનું ઉત્તમ દ્રષ્ટાંત થકી સમજાવ્યું છે. ચાલો તો સીધા રસ્તે, બાકી આડા અવળા રસ્તે ચાલવાથી નુકશાન થશે.


વાર્તા દસ : "સત્યનું સુખ"

એક જૂઠ હજાર જૂઠ બોલાવે એનાં કરતાં સત્ય બોલવું એ વધારે ઉચિત છે. 


બાકીની બીજી ૧૦ વાર્તાઓ પણ ખૂબ જ સુંદર છે. જે વાર્તા અને તેનાં શિર્ષક મોટાંની સાથે નાનાં બાળકોને પણ રસ પડે અને સમજાય તેવી સુંદર બોધ કથાઓ છે.


"પુસ્તક વાંચન એક શિક્ષકની ગરજ સારે છે"


હું આ ક્ષેત્રે નવી છું. આ મારો પ્રથમ પ્રયત્ન છે, પુસ્તક સમીક્ષા લખવાનો મિત્રો હું આપ સૌના મંત્વ્યની રાહ જોઇશ.


તોરલ શાહ (તોશા)

ગાંધીધામ

૮/૯/૨૨

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ