વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કશ્યપ

 "કશ્યપ"


          પાંચ વર્ષથી રોજગારી મેળવવા કશ્યપ આમતેમ વલખાં મારતો હતો. એકના એક શોપમાં ઈમાનદારી પૂર્વક એકાઉંટિંગ કામ કરતા કશ્યપને, દિવાળીના આગલા દિવસે બેઇમાનીની મહોર લગાવીને શોપના શેઠ એટલે કશ્યપના જીગરજાન મિત્ર ધીરજે અચાનક રજા આપી દીધી હતી. આવી અણધારી આફતમાં કશ્યપ માનસિક રીતે ટૂટી ગયો હતો. 

          કશ્યપને ખબર હતી કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અગાસી ઉપર તેની પત્ની સુમન તેની એક વર્ષની પ્રતીક્ષાને ખોળામાં રાખીને દીપ પ્રગટાવતી રહી હશે, પોતાની રાહ જોઈને બેઠેલી તેની પત્નીને પ્રતીક્ષા તેની કાલીઘેલી ભાષામાં કલબલાટ કરતી હશે, મારી રાહમાં બેઠેલી સુમનને પ્રતીક્ષાનો અવાજ કદાચ સુમનના કાન સુધી પહોંચતો નહીં હોય, પ્રતીક્ષા તેના કુમળાં હાથ સુમનના ગુલાબી ગાલ ઉપર ફેરવીને પ્રેમ વરસાવતી હશે, આવા અનેક વિચારોએ કશ્યપનો ઘેરાવો કર્યો હતો. ખરેખર કશ્યપના વિચારો પ્રમાણે સુમન પ્રતીક્ષાને ખોળામાં લઈને અગાસી ઉપર બેઠી હતી, અને અંધકારને દૂર કરવા અનેક દીવડાઓ પ્રગટાવી રહી હતી, એવા સમયે કશ્યપ નેગેટિવ વિચારો માંથી બહાર આવીને જે સત્ય છે તેને અપનાવીને સુમન પાસે આવી ડાબા ગાલ ઉપર હલકી ટપલી મારી અગાસી નીચે ઉતરી રૂપમાં બલ્બની સ્વિચ દબાવી રૂમમાં રહેલા અંધકારને પ્રકાશિત કર્યો હતો.



          સમય ક્યાં કોઈની રાહ જુએ છે સમય તો બસ સમયનું કામ કરતો ચાલ્યો જાય છે, સમયની સાથે-સાથે કશ્યપ ઘણી વાતો સમય સાથે ભુલાતો જાય છે, આખરે સુખમાં સાથ અને દુઃખમાં દિલાસો આપતી કલમ, હવે કશ્યપે કલમનો સહારો લઈ, અને સમાજ ઉપયોગી મીડિયા મારફતે ધીરેધીરે પોતાનું એક ખૂબ મોટું પ્લેટફોર્મ ઉભું કર્યું, સમાજે પણ કશ્યપની કલમને આવકારી લીધી, તેમાંથી કશ્યપને ઘણીખરી આવક મળી રહેતી અને એ આવકમાંથી પ્રતિક્ષાની મોંઘી શિક્ષણ ફી આરામથી ભરી શકતો ત્યારે કશ્યપનું મનોબળ થોડું મજબૂત થયું અને મનમાં થોડી રાહત થઈ પણ, કશ્યપને મનમાં ક્યાંકનો ક્યાંક અભણ હોવાનો અણગમો ખુંપી રહ્યો હતો. એજ વખતે કશ્યપને મનમાં રહેલો કવિ બનવાનો વહેમને એક ગ્રેજ્યુએટ લેખક શિક્ષકે દૂર કરવા અને કશ્યપની જીવતી લાશને સળગાવવા દીવાસળી ફેંકતા કહ્યું,


          "ભાઈ કશ્યપ તું આવી રીતે લખાણ કરી સમાજને ભડકાવવાનું કામ બંધ કર સમાજને સમજાવવા અમે શિક્ષિત વર્ગ શીએ સમજ્યો" 


          થોડો સમય કશ્યપને બધુંય બરાબર લાગ્યું કશ્યપ ઉપર લાગેલી બેઇમાનીની મહોર પણ ભૂલીને સુમન સાથે સુખી જીવન જીવી રહ્યો હતો, કારણ એ વખતે સુમન તેની સાથે હતી! હા સુમન ની વાત જ કરું છું! સુમન કશ્યપને માથે લાગે બેઇમાની નો આરોપ સહન ન કરતા એક ચિંતા રોગ લાગુ પડ્યો હતો કે જેનો કોઈ ઈલાજ ન હતો તેની કોઈ દવા ન હતી બસ ધીરેધીરે સુમનની ખુશ્બૂ વિસરતી ગઈ અને પ્રતીક્ષા નો હાથ કશ્યપના હાથમાં આપીને છેલ્લા શ્વાસ લેતા કશ્યપને કહ્યું હતું કે પ્રતીક્ષાને અભણનો અણગમો ન રહે.


          પ્રતિક્ષાને ખૂબ સારી સ્કૂલમાં એડમિશન આપીને સુમનને મરતી વેળાએ આપેલ કોલ અને પોતાની જવાબદારી પુરી કરવા મથી રહ્યો હતો.

  

          હવે કશ્યપ પાસે કલમનો સહારો પણ છીનવાઈ ગયો હતો. એક દિવસ અચાનક એક અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો, "હેલ્લો શું મારી વાત કશ્યપ સાથે થઈ રહી છે"

          નંબરની સાથે સાથે અવાજ પણ અજાણ્યો હતો.

કશ્યપે હા કહી જવાબ આપ્યો.


          "હા તો મને મનુભાઈએ વાત કરી હતી કે, તમારે જોબની જરૂર છે તો આવીને સ્કૂલે મળી જાવ"


          કશ્યપ"હા હા બસ આવ્યો જ માનો તમે કોણ બોલો છો?" કશ્યપે ઉતાવળે જવાબ આપી નામ પણ પૂછી લીધું


          વળતાં જવાબમાં નામ જણાવતાં કહ્યું હું વિવેકસર બોલું છું એટલું કહી વિવેકસરે ફોન મુક્યો.


          કશ્યપે ગાડીની કીક મારી સ્કૂલે ગયો ત્યાં વિવેકસર સાથે વાત કરતા કશ્યપે કહ્યું "સર મારૂં નામ કશ્યપ જે થોડીવાર પહેલા ફોન ઉપર વાત થઈ હતી"


          વિવેકસર,"હા મે જ ફોન કર્યો હતો જોવો અત્યારે હાલ તો સંસ્થાનું કામ ચાલુ છે, રાત્રીના સિક્યુરિટી તરીકે માણસની જરૂર છે તમારી ગણતરી હોય તો બોલો"


          કશ્યપે હા કહીને સિક્યોરિટી જોબ જોઈન કરી લીધી આજ કશ્યપની પહેલી રાત્રી હતી, પાંચ ગામમાં વચ્ચે આવેલી પાંચ-પાંચ કિલ્લોમીટરના અંતરે આવેલી સંસ્થાથી અંજવાળું પણ એટલું જ દૂર હતું. 


          પહેલી રાત્રીનો સમય જેમ-જેમ વીતવા લાગ્યો તેમ-તેમ કશ્યપના મનમાં વિચારોના વમળો ચાલુ થવા લાગ્યા. 


          ( મન ભટકી રહ્યું હતું વિચારોના વંટોળમાં, તોફાની દરિયાના મોજાં જેમ મન ઉછળી રહ્યું હતું, જીવન સાવ એકલવાયું બની ગયું હતું, કેટલાય સાચા-ખોટાં સંબંધોને પાંચ વર્ષ પાછળ ધકેલીને, અંધારી અમાસની રાતના અંધકારમાં ટમ-ટમતાં તારાઓ માં જરાંક અમથા અંજવાળાને હું શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પણ ક્યાંય આશાનું અંજવાળું નજર આવતું નહીં તેથી અકળાઈને ઓશિકાને આલીગનમાં લઈને ઊંઘવાની કોશિષ કરતો હતો, પણ વિચારોના વાવાઝોડામાં આંખનો દરવાજો ખુલ્લો ને ખુલ્લો જ રહેતો હતો.)



          હા હું કશ્યપ મારું નામ કશ્યપ છે, હું આજ એવા કશ્યપની વાત કરવા જઈ રહ્યો છું કે, જેણે અભણ નો અણગમો કાયમી નડતર થઈને પડછાયા જેમ સાથે જ ઉભો હોય હા હું આજ કશ્યપની જ વાત કરું છું, આજ આ શ્રી કૃષ્ણ વિદ્યામંદિરના સંસ્થામાં સિક્યુરિટી તરીકેની મારી પ્રથમ રાત્રી હતી, હું મારા વીતેલાં દિવસોને ફરી યાદ કરવા મથી રહ્યો હતો. 


          ખૂબ મોડી રાત્રી થઈ ગઈ છે ચારેય દિશામાં તમારાં તમતમ ગુંજી રહ્યાં છે, અંધકારમાં મારુ અસ્તિત્વ પણ મને દેખાતું ન હતું, પણ કાયમી મારી સાથે રહેતો મારો પડછાયો ઘોર અંધારામાં મારી સામે આવીને કહેવા લાગ્યો, "કશ્યપ જાગે છે કે ઊંઘી ગયો"


          કશ્યપ,"અરે યાર! તને લાગે છે કે, હું ઊંઘતો હોઈશ"

કશ્યપે ઉદાસ ચહેરે જવાબ આપ્યો.


          "ના પણ કશ્યપ હવે એ માટીના બનેલા સંબંધો પાછળ આમ ઉજાગરા કરવાનું છોડી દે આવા બનાવટી સંબંધો તને ક્યારેય સુખ નહીં આપી શકે" કશ્યપના પડછાયાએ આશ્વાસન આપતા કહ્યું.


          કશ્યપ,"કોને ભૂલું? શું એ સુમનના સંબંધ બનાવટી હતા? શું એ ધીરજના સંબંધ બનાવટી હતા? જે મને સુખમાં સાથ અને દુઃખમાં દિલાસો આપતા મારું નાનુ અમથું દુઃખને પોતાનું સમજીને વીસ વર્ષ સુધી મારી સાથે રહ્યા એ... એ સંબંધો બધાય બનાવટી હતા?"


          "કશ્યપ સૌને પોતપોતાનો સ્વાર્થ હોય છે એવા સ્વાર્થી સંબંધો ભૂલીને તારી વીતેલી ક્ષણોને યાદ કરી સુમનના મનને શાંતિ મળે એવું કંઈક કર, તારા વિચારોને જાગૃત કર આ અંધકારમાં રહીને પણ એક એવો પ્રકાશ ફેલાવ તું મનથી અભણ નથી તારી અંદર રહેલી કલ્પનાને ફેલાવ"


          જિંદગી પણ અજીબ હોય છે ક્યાંથી ક્યાં લઈ જાય છે કશ્યપે કલમ હાથ લઈ લીધી, એક લઘુકથા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થયો પહેલી લઘુકથા લખતાની સાથે ખૂબ સુંદર પ્રતિભાવ મળ્યો. એક ખૂબ સુંદર એપ્લિકેશનમાં કવિતાઓથી શરૂઆત કરી, ક્યારેક ક્યારેક કોઈ ટૂંકી વાર્તાઓ પણ લખી નાખતો કશ્યપ વાર્તા સ્પર્ધામાં ભાગ લીધો, ત્રણ હજાર શબ્દો કશ્યપ માટે ખૂબ અઘરા હતા અને સ્પર્ધકોમાં શિક્ષીત વર્ગ વધુ સૌ લેખનમાં ખૂબ અનુભવી હતા મારી પરીક્ષા હતી મોટા પહાડો સામે મનમાં અભણનો અણગમો હતો, હૈયે સુમનની હામ હતી, લક્ષ સુધી પહોંચવાની સફર ખૂબ લાંબી હતી, નજર સામે અંધકાર હતો લેખનશૈલીમાં કશ્યપ એકદમ અજાણ હતો. સ્પર્ધાની છેલ્લી તારીખ ઘણી દૂર હતી પણ કશ્યપ માટે તો અમુક ક્ષણો બાકી હોય તેવું લાગતું હતું.


          કશ્યપની કલમે છેલ્લી તારીખે તેના હાથે ત્રણ હજાર શબ્દોની એક તળપદી વાર્તા લખીને નિર્ણાયકોને મોકલી આપી. આજ કશ્યપને શાંતિનો અહેસાસ થયો હતો આજ કશ્યપે પહેલીવાર એક લેખનશૈલીમાં ભાગ લીધો હતો એનો નિર્ણય ગમે તે આવે એ મહત્વનું ન હતું મહત્વનું તો એ હતું કે આજે કશ્યપની લેખનશૈલીમાં ભાગ લેવાથી તેની સુમનના આત્માને શાંતિ મળશે. કશ્યપે મનોમન ભગવાનનો આભાર વ્યક્ત કર્યો.


          આજે કશ્યપ માટે નિર્ણાયક ઘડી આવી પહોંચી હતી નિર્ણયકોની ટિમ નિર્ણય લેવા આવી પહોંચી હતી, છેલ્લાથી નંબરોની શરૂઆત થઈ ત્રીજા નંબરે કાજલબેન આવ્યા કશ્યપે  હાર માનીને મેદાન બહાર નીકળી સ્પર્ધકોની મજા માણી રહ્યો હતો, બીજા નંબર ઉપર ખૂબ સુંદર લખાયેલ મણીલાલ મહેતા ની વાર્તા હતી.

          હવે નજર હતી પ્રથમ નંબર ઉપર કોણ આવશે કારણ કે પહેલા તો એવું લાગતું કે મણીલાલ મહેતા જ પ્રથમ નંબરે આવશે એજ વખતે નિર્ણાયકોએ જાહેર કરી કહ્યું પ્રથમ નંબરે આવે છે એક નવોદિત લેખક કશ્યપ આ પ્રથમ વાર્તાનો પુરસ્કાર કશ્યપને સમર્પિત કરતા અમે આનંદ માણી રહ્યા છીએ કે જેમણે પહેલી જ સ્પર્ધામાં ભાગ લઈને ખૂબ સુંદર તળપદી ભાષામાં એક અનોખી કથા લખીને પ્રથમ આવવા બદલ અમે કશ્યપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ, સ્ટેજ તાળીઓના ગડગડાટથી ગુંજી રહ્યું હતું કશ્યપે ખુલ્લા આકાશમાં નજર કરીને જાણે સુમન પણ કશ્યપને અભિવાદન કરતી હોય તેવા આભાસ થી કશ્યપના જમણાં હાથની આંગળી સાથે વળગેલી પ્રતીક્ષા સ્ટેજ તરફ પગલાં ભરવા લાગી.


                        સંપૂર્ણ....


કિશન એસ.શેલાણા'કાવ્ય'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ