વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સ્મૃતિઓ લુપ્ત થઈ જશે…

 

૧.

બધું એવું ને એવું જ છે.

કમૉડ ઉપર બેસીને રોજ

ફોનમાં ખુલતું ફેસબૂક અને વૉટ્સેપ,

દાંત પર યંત્રવત્ રોજની જેમ ફરતું બ્રશ,

કૉફીનાં મગમાં ઓગળતી શક્કર,

વધેલી દાઢીની ખંજવાળ અને

તીક્ષ્ણ રેઝરનું ઘસાવું,

શાવરમાં ઓગળતું બદન,

મારા કૉસ્મિક લયને છંછેડતી તારી યાદો,

તારો ઇન્તઝાર...

અને મારા ફોનની સ્ક્રિન પર

એક મૅસેજ ફ્લૅશ થાય છે -

હૅપ્પી ન્યુ યર!

મેં મનમાં કહ્યું -

ગૉડ્‌ડેમ બ્લડી ન્યુ યર!

(November 13, 2012)

* * *

 

૨.

મૉડર્ન યુગમાં

રોટી, કપડાં અને મકાનની  

જદ્દોજહદ જૂની થઈ ગઈ

હવે સંઘર્ષ જુદો છે

તે આપેલો ખાલીપો

રૂટિનથી ભરતો રહું છું

જગત ગ્લૉબલ થઈને

આંગળીના ટેરવે બેસી ગયું

પણ તું…

જોજનો દૂર જઈ વસી છે

અંતે સ્મૃતિઓ ઝાંખી થઈ

લુપ્ત થઈ જશે,

જેનું ઉત્ખનન કરનાર

કોઈ નહીં હોય.

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ