વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સમય

Welcome 2020


હા, ‘ સમય ‘


તારા ઉદરમાં મારો ગર્ભ પોષાય છે, અાકાર લે છે

તારા સાતત્યમાં

પ્રેરણશકિતના અનુસંધાનમાં

મારી જીવનલીલાનો ચાક ચાલે છે

તું મારા કરમાં કલમ લેવા ફરજ પાડે છે

અેટલે જ હું આ લખુ છું

મારી આ ભાષાના પ્રગટ થતા

સંવેદનોમાં, વિચારોમાં, ઘટનાઓમાં, પાત્રોમાં,

વાસ્તવિકતાઓના આકલનમાં, કલ્પનાઓના ઉડ્ડયનમાં

તું મારું પોત પ્રકાશે છે

હું મારી છાયા કરતા તારી છાયામાં વધુ છું

મારું દરેક પગલું તારી લિપિને આલેખે છે

તારું સત્ય, તારી સત્તા

મારા સમસ્ત સર્જન-ભાવનની બુનિયાદ છે

તારી ઉપેક્ષા મારી શકિત બહાર છે

તારી અપેક્ષામાં જ મારો શકિતસાર છે

મારી ભાષા, મારા શબ્દોમાં

તારા હસ્તાક્ષરો ઉકેલવા મુશ્કેલ નથી

મારા મૂળથી-ફૂલ સુધી

તું મારામાં ઉછળતો-ઉધડતો અનુભવાય છે

મારી દરેક કલાકૃતિમાં તારા ટાંકણાનો સ્પર્શ છે

તારી ગતિ ગહન છે, લીલા અપરંપાર છે

તું કેટકેટલું તારી મુઠ્ઠીમાં લઇને ચાલે છે

તું સાર્વત્રિક છે, સર્વવ્યાપી છે

તું દરેક ચહેરાઓમાં, વાણીમાં, વર્તનમાં,

આંખોના અણસારમાં ઝિલાય છે


હા, ‘ સમય ‘

તારી બહાર કશું જ નથી

‘તું’ પણ નહીં

અને

‘હું’ પણ નહિં.


- પંકજ


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ