વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કવિતા

“ કવિતા “


તું મારા આત્માનું રહસ્ય છે

તું મારા હ્રદયની જયોત છે

તને શબ્દના લવારામાં શું કામ વેડફી નાખું

દરિયે ફરવા નીકળેલા 

શંખલા, છીપલાં વીણતા બાળકની જેમ

હું તને ચાલતી કલમે વીણી લઉં છું

જો કે મારી કલમમાં મા’ય કેટલું !

મારા હ્રદયમાં તારા સૌંદર્યની સોગાદ છે

તું જ મારું સર્વાંગી જીવન દર્શન છે

તારામાં મારો આત્મા પ્રતિબિંબ થાય છે

તારા દર્પણમાં પૂર્ણ આત્મવિશ્વાસથી મારો ચહેરો 

અેકાદ ક્ષણ જોઉં તો 

શાંત સરોવરની નીરવતાં ને ટાઢક

મારા અસ્તિત્વને વીંટળાઇ જાય છે.


- પંકજ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ