વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સપ્ત સ્નેહ ઝરણ


'ચિંતા ન કર' એ ધરપતની પિતાની નજરમાં  ભાવના, એ છે પ્રેમનું ઝરણું.

'હું છું ને' એ ખાત્રીની માની નજરમાં સાંત્વના, એ છે પ્રેમનું ઝરણું.


રાખડી સાથે આપ્યું વીરાએ, મુજ રક્ષાનું વચન,

જવ-તલ હોમી જેણે કરી સદા શુભમંગલ કામના, એ છે પ્રેમનું ઝરણું.


લાલ સિંદૂર પૂરીને જેણે, લાવી જીવનમાં હરિયાળી,

કાળા મોતીની સેરથી, જેણે બાંધી મુજ સંગ ચાહના, એ છે પ્રેમનું ઝરણું.


હાસ્ય પાછળનું દર્દ કળી, દોસ્તોએ જાળવી  લાગણી,

હારું ત્યારે ઊભી કરી, બતાવી જીતની સંભાવના, એ છે પ્રેમનું ઝરણું.


એક અદ્રશ્ય, અદભૂત શક્તિએ, આપી મને કલમ,

જેનાં થકી પામી 'મીરાં', અડગ, અપ્રતિમ 'ઝંખના', એ  છે પ્રેમનું ઝરણું.


જાગૃતિ, 'ઝંખના મીરાં'..

   

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ