વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રસ્વેદની પળોજણ !

પ્રસ્વેદની પળોજણ..!


***

ગ્રીષ્મ ગરવો

પ્રસ્વેદે રેબઝેબ,

મેઢકદાદો!

***

ગ્રીષ્મ ગરવો

ભરે ચીમટો,તન

ફોડલે ન્હાય!

***

ગ્રીષ્મ ગરવો

તેજ-તરાપે તરે,

વગડો આખો!

***

ગ્રીષ્મ ગરવો

કહે; આઈ લવ યુ

થાય પ્રસ્વેદ!

***

ગ્રીષ્મ ગરવો

દર્પણના ચહેરે

વળ્યો પ્રસ્વેદ !

***

ગ્રીષ્મ ગરવો

સાંજ વેરવિખેર,

દિવસ ગયો!

***

ગ્રીષ્મ ગરવો

કાગળ પર ખર્યા,

ભીનાં ટપકાં !

***

ગ્રીષ્મ ગરવો

પ્રસ્વેદના ભારથી

ઝૂકી પાંપણો !

***

ગ્રીષ્મ ગરવો

પરીક્ષામાં સવાલો

ખૂબ અઘરા !

***

ગ્રીષ્મ ગરવો

વેરાય તો મહેંક

રાતરાણીની !

***

ગ્રીષ્મ ગરવો

તન પર અટકે,

તો હાહાકાર !

***

ગ્રીષ્મ ગરવો

કહું હું પાછા આવો,

કેઃ કોકવાર !

***

ગ્રીષ્મ ગરવો

એ આવવાના બાકી,

સ્ટેજ થ્યું ખાલી !

***

ગ્રીષ્મ ગરવો

મેં કહ્યું ઝપ્પી આપ,

નૈ મારી પાસ !

***

ગ્રીષ્મ ગરવો

ઘૂંટ ઘૂંટ ઈશ્કનું

ધીમું મારણ !

***

ગ્રીષ્મ ગરવો

ઘડી ઘડી પુછાવે,

ગુસ્સે તો નથી? 

***

ગ્રીષ્મ ગરવો

દૂર દૂરથી આપે,

મીઠડું સ્મિત !

***

ગ્રીષ્મ ગરવો

વાટકામાં ભરીને,

દૈ દીધો પાછો !

***

ગ્રીષ્મ ગરવો

પકડાવ્યાં અંગુઠા,

વઢીવઢીને !

***

ગ્રીષ્મ ગરવો

નીકળે ના તનથી,

સુનામી સર્જે !

***

ગ્રીષ્મ ગરવો

આપસમાં શોધતા,

મૃગકસ્તુરી !

***

ગ્રીષ્મ ગરવો

ટેવ વીંટળાવાની

ભુલાય ગઈ!

***

ગ્રીષ્મ ગરવો

ગાલે હાથ લપસ્યાં

ચીકણો છે ને ?

***

ગ્રીષ્મ ગરવો

કે, ચાલતી પકડ

ટોકતા મને !

***

ગ્રીષ્મ ગરવો

ફાલ્યા ફુલ્યા સંસારે

તિરાડ પડી !


જયંતિલાલ વાઘેલા (એકાંત)




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ