વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જાશે

જાશે.


‍‍‍આજ ક્યાં ખબર હતી જોળી ભરાઈ જાશે

નિખાલસ બની તારી માટે દુઆ મંગાઈ જાશે.


ભણ્યો હશે કદાચ મનની વ્યથા ને ,એ આંસુમાં

ત્યારે જ મારી તકલીફ દૂર કરવા તારેઅવાઈ જાશે


માંગતા જ આવડ્યું એ ડંખ લાગે છે, કરું શું?

આજીજી કરતાં તને અપશબ્દો બોલાઈ જાશે


ફરી મનની શાંતિ જાળવવા નિરર્થક પ્રયત્ન

એમાં પણ પોક મુકી હૃદય ખાલી કરાઈ જાશે.


સંતાનની ઈચ્છા તનુ મહેચ્છા પૂર્ણ કરવાની

ખોટી લાલચમાં તમનેશબ્દોમાં દુભવાઈ જાશે.


©

હર્ષા દલવાડી તનુ

જામનગર

9.ઓક્ટોબર 2022



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ