વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન કરે છે.

મન કરે છે હું પંખી બની જાવું…પંખી (૨)

મુક્ત બની આકાશે વિહરતો આવું…વિહરતો.

                મન કરે છે….

મન કરે છે હું વાદળ બની જાવું…વાદળ (૨)

મુશળધાર ધરતી પર વરસી આવું…વરસી.

                મન કરે છે….

મન કરે છે હું સુરજ બની જાવું…સુરજ (૨)

ધરતી પર પ્રકાશપુંજ પાથરી આવું…પાથરી.

                મન કરે છે….

મન કરે છે હું ચંદ્રમા બની જાવું…ચંદ્રમા (૨)

ચાંદનીને ધરતી ઉપર ફેલાવી આવું…ફેલાવી.

                મન કરે છે….

મન કરે છે હું દરિયો બની જાવું…દરિયો (૨)

ગરમીમાં ઉનાળે ઠંડક આપી આવું…ઠંડક.

                મન કરે છે….

મન કરે છે હું માછલી બની જાવું…માછલી (૨)

નદીના પાણીમાં ડૂબકી મારી આવું…ડૂબકી.

                મન કરે છે….

મન કરે છે હું પહાડ બની જાવું…પહાડ (૨)

ઊંચા-નીલા આકાશને આંબી આવું…આંબી.

                મન કરે છે….

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ