વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લાખેણી નાર

લાખેણી નાર

 

ચાર આનાની ચુંદડી લાવી દે રે છોરા,

એ.. લટકા મટકા કરતાં તમે આવો ઓંરા.

 

આઠ્ઠઆનાની ઓઢણી ઓઢી લે રે છોરી,

એ.. ઓઢણીમાં ઝીણાં-ઝીણાં ઝબૂકે તારા.

 

કાઠિયાવાડથી કાંબી લાવી દઉં રે છોરી,

એ.. મારવાડી મોજડી લઈ દેને છોરા.

 

બાર આનાની બંગડી પે'રી લે ને છોરી,

એ.. પાટણ શે'રથી પટોળાં લઈ દેને છોરા.

 

સુરત શે'રનો હિર મઢેલો હાર લઈ લે રે છોરી,

એ.. ઘરચોળું ઓઢી મલકાતી આવું છોરા.

 

સોના કેરા ચૂંડલે રતનથી ઘડાવું રે છોરી,

એ.. જેતપુરની મોંઘી બાંધણી ઓરી લેજે છોરા.

 

હીરામોતી સોનારૂપાના મોહ મને નથી રે ઝરી,

એ.. આ મોંઘા મ્હોંતા માં મન તારા મહયાં ગોરાં.

 

કિશન એસ.શેલાણા"કાવ્ય"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ